કોલકાતા કેસ : નબન્ના અભિયાન મહારેલી પહેલા કોલકાતામાં કડક સુરક્ષા, 6000 પોલીસકર્મીઓ તૈનાત

  • August 27, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં પશ્ચિમબંગાળ છાત્ર સમાજ નામના સંગઠને નબન્ના અભિયાનનું આહ્વાન કર્યું છે. આ સંગઠન દ્વારા અપાયેલા 'નબન્ના અભિયાન'ને ધ્યાનમાં રાખીને બંગાળ સરકારે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આજે મહારેલી કાઢવાના છે.





પશ્ચિમ બંગાળ ભાજપે આ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. જ્યારે ડાબેરી પક્ષોએ આ વિરોધથી પોતાને દૂર રાખ્યા છે. તેમણે કહ્યું છે કે, ભાજપ-આરએસએસ દ્વારા લોકોનું ધ્યાન ભટકાવવાનો આ પ્રયાસ છે.



ભાજપ પર અશાંતિ ભડકવાનો આરોપ


ટીએમસીએ વિપક્ષ પર પ્રહારો કર્યા છે. પાર્ટી પ્રવક્તા કુણાલ ઘોષે ભાજપ પર અશાંતિ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, 'તેઓ રાજકીય અસ્થિરતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોને આ સમયે ન્યાય જોઈએ છે.

કોલકાતા-હાવડામાં 6000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

નબન્ના અભિયાનને ધ્યાનમાં રાખીને કોલકાતા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. નબન્ના ભવનની બહાર ત્રણ સ્તરનો સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો છે. આ માટે શહેરમાં 6000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. કોલકાતાના વિવિધ જિલ્લાઓમાંથી પહેલેથી જ વધારાના દળો બોલાવવામાં આવ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોમ્બેટ ફોર્સ, આરએએફ, ક્યુઆરટી, એચઆરએફએસ, વોટર કેનન તૈનાત કરવામાં આવશે. આ સિવાય 19 પોઈન્ટ પર બેરીકેટ લગાવવામાં આવ્યા છે. મહત્વના સ્થળોએ 5 એલ્યુમિનિયમ બેરિકેડ લગાવવામાં આવ્યા છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application