કોલકાતા રેપ એન્ડ મર્ડરઃ એઈમ્સ દિલ્હીના રેસિડેન્ટ ડોક્ટરોએ 11 દિવસ બાદ પૂર્ણ કરી હડતાળ

  • August 22, 2024 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસ સામે આંદોલન કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને મોટી જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના આશ્વાસન બાદ દિલ્હી AIIMSના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને 11 દિવસથી ચાલી રહેલી હડતાળ ખતમ કરી દીધી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FIMA) સંબંધિત રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનની અખિલ ભારતીય સ્તરની બેઠક ચાલી રહી છે. જેમાં હડતાળ ખતમ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. બીજી તરફ, કોર્ટે આરોગ્ય મંત્રાલયના સચિવને આદેશ આપ્યો છે કે તેઓ રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપી સાથે વાત કરે જેથી ડૉક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

ડૉક્ટરો સામે કોઈ કાર્યવાહી નહીં

9 ઓગસ્ટના રોજ, કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ હ્રદયદ્રાવક ઘટના સામે 11 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોના મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિરોધ કરી રહેલા આ ડૉક્ટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

ન્યાય અને દવા રોકી શકાય નહીં

સુપ્રીમ કોર્ટે વિરોધ કરી રહેલા ડોકટરોને સામાન્ય કામ ફરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એમ પણ કહ્યું કે ન્યાય અને દવા રોકી શકાય નહીં. હડતાળ સમાપ્ત કરતા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને કહ્યું કે સુપ્રીમ કોર્ટની અપીલ અને ખાતરી બાદ અમે કામ પર પાછા ફરી રહ્યા છીએ. અમે કોર્ટની પ્રશંસા કરીએ છીએ. દર્દીની સંભાળ અમારી ટોચની પ્રાથમિકતા છે.

પોર્ટલ ખોલવાનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે આરોગ્ય મંત્રાલયને એક પોર્ટલ ખોલવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયના સચિવને આપવામાં આવેલી આ સૂચનામાં કહેવામાં આવ્યું છે કે આના દ્વારા તેઓ નેશનલ ટાસ્ક ફોર્સને ડોક્ટરોની સુરક્ષાને લઈને સૂચનો આપી શકે છે.

નેશનલ ટાસ્ક ફોર્સની રચના


કોલકાતાની ઘટના અંગે સુઓમોટો સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી હાથ ધરી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે મંગળવારે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. તેનો હેતુ ડોકટરો અને આરોગ્ય વ્યવસાયિકોની સલામતી અને સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો છે. આ માટે રાષ્ટ્રીય પ્રોટોકોલ બનાવવો પડશે.

FIRમાં વિલંબ પર સરકારની ટીકા


કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ છે. દેશના દરેક રાજ્યમાં દેખાવો થયા. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે આ ઘટનાને ભયાનક ગણાવીને ડોકટરોની સુરક્ષાને ગણાવી હતી, કોર્ટે એફઆઈઆર નોંધવામાં વિલંબ કરવા અને હજારો બદમાશોને સરકારી સુવિધામાં તોડફોડ કરવાની મંજૂરી આપવા બદલ પણ ટીકા કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application