પોરબંદરના ખોબા જેવડા કોલીખડા ગામનો ૧.૭૨ કરોડના ખર્ચે વિકાસ થયોછે અને મહિલા સરપંચ દ્વારા આ ગામને આયુષ્યમાન આરોગ્યમંદિર, હાઇસ્કૂલ, રોડ-રસ્તા,પાણી, વિજળી સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગામડાઓમાં શહેર જેવી સુવિધાઓ મળે તેવું સ્વપ્નનું સેવ્યુ છે, ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગામડાઓમાં શહેર જેવી જ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્તાર જેવી જ ગામડાઓમાં તમામ પ્રકારની સગવડ પૂરી પાડવાના દેશના વડાપ્રધાનના સ્વપ્નને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાકાર કરી રહ્યા છે.
સોમનાથથી દ્વારકાને જોડતાં નેશનલ હાઈવે મધ્યે આવેલ ૨૫૦૦થી વધારે વસ્તી ધરાવતાં કોલીખડા ગામમાં અનેકવિધ વિકાસ કાર્યો કરવામાં આવ્યાં છે. પોરબંદર નજીક નેશનલ હાઈવે ઉપર આવેલ કોલીખડા ગામમાં શહેર જેવી અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. કોલીખડા ગામના વિકાસની વાત કરવામાં આવેતો ગ્રામ પંચાયત દ્વારા માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં ા.૧.૭૨ કરોડ પિયાના ખર્ચે ગામના લોકોની જરિયાત મુજબ અનેકવિધ વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યાં છે.
આરોગ્ય સુવિધા
આરોગ્યની સુવિધાઓનો લાભ કોલીખડા જ નહીં પરંતુ આસપાસના વિસ્તારના લોકોને પણ આરોગ્ય ક્ષેત્રે સારી સગવડ ઉપલબ્ધ થઈ રહી છે. કોલીખડામાં કાર્યરત આયુષ્માન આરોગ્ય મંદિરમાં દરરોજ ૫૫ થી ૬૦ જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવે છે. સગર્ભા મહિલાઓની પ્રસુતિ પણ આયુષ્માન આરોગ્ય મંદિરમાં કરવામાં આવે છે. વધુ સારવારની જરિયાત જણાય તો પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓને રિફર કરવામાં આવે છે. ઉપરાંત આ આયુષ્માન મંદિરમાં સરકારની આરોગ્યલક્ષી ૭૨ જેટલી સેવાઓનો લાભ ગ્રામવાસીઓને ઘર આંગણે જ મળી રહ્યો છે.
શિક્ષણ માટેની વ્યવસ્થાઓ
શિક્ષણ એ આજના સમયની માગ છે. ગામડાના લોકોને શિક્ષણ મેળવવા માટે દૂર જવું ન પડે તે માટે શૈક્ષણિક ક્ષેત્રે આધુનિક કક્ષાના બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને બે આંગણવાડી કાર્યરત છે.કોલીખડા ગામમાં ધોરણ ૧૦ સુધીની અભ્યાસની સુવિધા હતી, ત્યારે સરપંચના પ્રયાસોથી ધોરણ ૧૧ અને ૧૨ ને મંજૂરી મળતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બહાર જવું પડતું નથી.
પીવાના પાણીની વ્યવસ્થા
પાણીની કોઈ જાતની અગવડતા ન પડે તે માટે રામદેવનગર વિસ્તારમાં જૂના કુવાનું પણ સમારકામ કરી અને વિશેષ પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને પાંચ હજાર લિટર પાણીનો સંગ્રહ થાય તેવો સંપ બનાવી આપવામાં આવ્યો હોવાથી ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ થતા રાહત થઈ છે.અ દરેક ઘરે નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.
રોડ રસ્તાની વ્યવસ્થાઓ
લોકોને રસ્તાને લઈને કોઈ અગવડતા ન પડે તે માટે સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યા છે.ગામમાં પેવરબ્લોક રસ્તાઓ તેમજ આંતરિક ગલીઓને સીસી રોડ અને વાડી વિસ્તારને જોડતા મેટલ રસ્તાઓથી ગામને જોડે છે.
વીજળીની સુવિધાઓ
વીજ કનેક્શન વિહોણા લોકોનો સર્વે કરીને વીજ કનેક્શન આપવામાં આવ્યા છે અને રાત્રી દરમિયાન ગામમાં ગામની સુરક્ષા અને સલામતી રહે અને અનિચ્છનીય ઘટના ન બને અને રોડ રસ્તાઓ પર પ્રકાશ ફેલાય તે માટે ૧૨૦ જેટલી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે.
સ્વચ્છતા માટેનું આયોજન
ગામમાં સાફ સફાઈ રહે તે માટે બે સફાઈ કામદારો દ્વારા ગામમાં નિયમીત સાફ સફાઈ કરવામાં આવે છે
વી.સી.ઈ. મારફત વિવિધ સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ સેવાઓ
ગ્રામ પંચાયતમાં વી.સી.ઈ. મારફત ગ્રામજનોને જરી દાખલાઓ અને વિવિધ સેવાઓના ફોર્મ ઓનલાઇન ભરી આપવામાં આવતા હોવાથી પોરબંદર તાલુકા વિકાસ અધિકારીની કચેરી સુધી ધક્કા ખાવા પડતા નથી.
કોલીખડા ગ્રામ પંચાયતના સરપંચ કારીબેન હુણએ જણાવ્યુ હતું કે ગામમાં ા.૧.૧૯ કરોડ પિયાના કામો ત્રણ વર્ષમાં પૂર્ણ થયા છે, અને અન્ય કામો હજુ પ્રગતિમાં છે. આમ કોલીખડા ગામમાં ૧.૭૨ કરોડ પિયાના ખર્ચે ત્રણ વર્ષમાં ધારાસભ્ય , સાંસદ અને અન્ય ગ્રાન્ટો માંથી અનેકવિધ વિકાસના કામો કરાયા છે.
સરપંચના પ્રતિનિધિ અને અગ્રણી રાજુભાઈ હુણે કોલીખડા ગામમાં થયેલ વિકાસના કામો વિશે જણાવ્યું હતું કે, ગામમાં પાણીની પાઇપ લાઇન,ગટર, રામદેવનગરમાં કુવો, સ્મશાનમાં હોલ, કોમ્યુનિટી હોલ, એ.લી.ડી. લાઇટ, પાણીના બોર, ગરબી ચોક, ડસ્ટબીન, શોચ ખાડો, ગટર, સીસી રોડ,કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડમાં પેવર બ્લોક, સ્મશાનની દિવાલ અને મ, રામદેવજી મહારાજના મંદિરે પેવર બ્લોક,આંતરિક ગલીઓમાં સીસી રોડ,વાડી વિસ્તારને જોડતા રસ્તાઓ મેટલથી બનાવી આપવામાં આવ્યાં છે અને અન્ય કામો પણ પ્રગતિમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.વધુમાં તેમણે ગ્રામજનો સામાજિક અને ધાર્મિક કાર્યો કરી શકે અને કોઈ અગવડતા ન પડે તે માટે કોમ્યુનિટી હોલ, રોડ રસ્તાની સારી સુવિધા, ગામની દરેક ગલીઓમાં પેવર બ્લોક વાડી વિસ્તારમાં રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે સારા રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી તેમ ઉમેર્યું હતુ. ગ્રામજનોને બેન્કિંગની સગવડ માટે અવારનવાર કેમ્પોનું આયોજન કરી ગામમાં જ બેંકના ખાતા ખોલી આપવામાં આવે છે. અને સમયાંતરે રક્તદાન કેમ્પ સહિતની સેવા પ્રવૃત્તિ પણ ગ્રામ પંચાયતના સહયોગથી યોજવામાં આવે છે.
વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાનો કરાયો હલ
કોલીખડા ગામમાં રામદેવ નગર વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા હતી, અહીં પાઇપલાઇન દ્વારા તેઓ માટે પીવાના પાણીની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે.
ગ્રામજન મોતીબેન મારવાડીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. કે, બાર વરસથી પાણીની સુવિધાઓ ઉપલબ્ધ ન હતી પણ ગ્રામ પંચાયત અને સરકારના પ્રયાસોથી પાઇપલાઇન દ્વારા અમારા ઘર સુધી પાણી પહોંચાડીને વર્ષો જૂની સમસ્યાઓનો પણ હલ કરવામાં આવ્યો છે. એક સમયે ૮૦ પિયાના ભાવે પાણીનું બેરલ લેવું પડતું આજે અમારા ઘર સુધી નળથી પાણી આવે છે તેમ ગ્રામ્ય મહિલાઓએ પ્રતિભાવ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે. કે, છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રામ પંચાયત દ્વારા ૧.૭૨ કરોડ પિયાના ખર્ચે અનેકવિધ વિકાસના કાર્યો કરવામાં આવતા લોકોની સુખાકારી વધારો થયો છે અને કોલીખડા ગામ શહેરમાં મળતી સગવડ ગ્રામજનોને ઉપલબ્ધ થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રીના આગમન પહેલા બે નગરસેવિકાઓ નજરકેદ
June 07, 2025 12:59 PM230 કિલોના અદનાનને તબીબોએ કહી દીધું હતું કે 6 મહિના પછી તું નહી હોય, જાણો શું કામ?
June 07, 2025 12:58 PM“જામનગરએ ખરેખર વટ પાડી દીધો છે” તે શબ્દોથી મુખ્યમંત્રીએ પોતાનું વકતવ્ય શરૂ કર્યું
June 07, 2025 12:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech