રાજુલા બસ સ્ટેન્ડમાં બસમાં ચડતા મુસાફરોના ખિસ્સા હળવા કરતો કોડીનારનો અઠગં ખિસ્સા કાતંને રાજુલા પોલીસે ઝડપી લઇ ચોરીના રોકડ .૩૫૦૦ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. ૬૦ વર્ષીય યુસુફ પરમાર સામે જેતપુર, ઉપલેટા, કોડીનાર, પોરબંદર, રાજકોટ, રાજુલા, સાવરકુંડલા, મેંદરડા અને વેરાવળ પોલીસ મથકમાં ગુના નોંધાયેલા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.
મળતી વિગત મુજબ જાફરાબાદમાં રહેતા શંકરભાઈ ઉર્ફે કોકરાવાળા બચુભાઈ બારૈયા (ઉ.વ.૬૫)ના તા.૭ના રોજ પરિવાર સાથે રાજુલા ખાતે હોસ્પિટલનું કામ પૂં કરી જાફરાબાદ જવા માટે રાજુલા બસ સ્ટેન્ડમાં હતા ત્યારે બસ આવતા તેમાં ગીર્દી દરમિયાન કોઈ .૩૫૦૦ ભરેલું ખિસ્સામાં રાખેલું પર્સ કાઢી લેતા આ અંગે રાજુલા પોલીસ મથકમાં પર્સ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી પોલીસ સ્ટાફ દ્રારા બસ સ્ટેશન તેમજ આજુબાજુના વિસ્તારોમાં સરકારના વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવેલા સી.સી.ટી.વી કેમેરાઓ ચેક કરતા એક શખસ જોવા મળ્યો હતો તેની હ્યુમન સોર્સ આધારે તપાસ કરતા ચોક્કસ બાતમી મળી હતી કે, શખસ કોડીનારમાં મીર શેરીમાં રહેતો યુસુફ ભીખનભાઇ પરમાર (ઉ.વ.૬૦)નો છે, જે બાતમીના આધારે શખસને ઉઠાવી લઈ પુછપરછ કરતા ચોરી કરી હોવાની કબૂલાત આપતા તેની પાસેથી .૩૫૦૦ કબ્જે કરી ગુનાનો ભેદ ઉકલ્યો હતો. પોલીસે શખસની ગુનાહિત હિસ્ટ્રી તપાસતા તેની સામે જેતપુર સીટી, ઉપલેટા પોલીસ મથક, કોડીનાર, પોરબંદરના કમલાબાગ, રાજકોટ એ ડીવીઝન, રાજુલા, સા.કુંડલા ટાઉન, મેંદરડા, વેરાવળ સીટીમાં ચેપટર અને જાહેરનામાભગં તેમજ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું,
આ કામગીરી રાજુલા ડીવીઝનના ડીવાયએસપી નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ રાજુલા પીઆઈ વી.એમ.કોલાદરાની રાહબરીમાં ટાઉન બીટ ઇન્ચાર્જ એએસઆઇ ભરતભાઇ વાળા,સર્વેલન્સ સ્ટાફના એએસઆઇ મધુભાઇ પોપટ, હેડ.કોન્સ સુરેશભાઇ મેર, પ્રકાશભાઇ બાબરીયા, સુરજભાઇ બાંભણીયા, પો.કોન્સ મહેશભાઇ બારૈયા, રવિભાઇ વ તથા લોકરક્ષક અમીતભાઇ મકવાણા,પો.કોન્સ શંભુભાઇ વાઘેલા દ્રારા કરવામાં આવી હતી