જાણો પેરિસ ઓલિમ્પિકમાં લોહીની નદીઓ વહાવી દેવાની ધમકી આપતા હમાસના વીડિયો વિષે નિષ્ણાતોએ શું કહ્યું?

  • July 24, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સની સૌથી મોટી ઈવેન્ટ ફ્રાન્સમાં યોજાવા જઈ રહી છે. આ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 26મી જુલાઈથી 11મી ઓગસ્ટ સુધી કરવામાં આવશે. લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પેરિસ ઓલિમ્પિકમાં લોહીની નદીઓ વહાવી દેવાની વાત છે.


કપડાથી ચહેરો ઢાંકી રહેલા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે હમાસનો ફાઈટર હોવાનો દાવો કરતા વીડિયોમાં 26 જુલાઈથી યોજાનારી પેરિસ ઓલિમ્પિકની ચેતવણી આપી છે કે આ પેરિસ ઓલિમ્પિકમાં લોહીની નદીઓ વહેશે. જેમાં ઈઝરાયેલ પણ ભાગ લેવા જઈ રહ્યું છે. તેણે ચહેરાને કેફીયેહથી ઢાંકી દીધો હતો, જે મોટેભાગે મધ્ય પૂર્વના લોકો દ્વારા પહેરવામાં આવે છે.

પેલેસ્ટિનિયનોના મૃત્યુની કિંમત આપણે ચૂકવવી પડશે


તે વ્યક્તિએ અરબી ભાષામાં આ એક મિનિટનો વીડિયો જાહેર કર્યો છે. ફ્રાન્સના લોકોને અને રાષ્ટ્રપતિ મેક્રોને સંબોધતા કહ્યું કે, પેલેસ્ટિનિયન લોકો સામેના ગુનાહિત યુદ્ધમાં ઝિઓનિસ્ટ શાસનને સમર્થન આપવા બદલ તેમણે આ ધમકી આપી છે. પોતાને હમાસનો આતંકવાદી ગણાવનાર વ્યક્તિએ કહ્યું કે ઝિઓનિસ્ટોએ અમારા ભાઈઓ, બહેનો અને બાળકોની હત્યા કરી  જેના માટે તમે તેમને શસ્ત્રો આપીને મદદ કરી અને તમે તે ઝિઓનિસ્ટોને ઓલિમ્પિકમાં આમંત્રણ પણ આપ્યું છે, તમારે તેની કિંમત ચૂકવવી પડશે. જો કે  હમાસના અધિકારી ઇજ્જત અલ-રિશેકે ટેલિગ્રામ પર વિડિયોને પ્રમાણિત કરવાનો ઇનકાર કર્યો છે, તેને નકલી ગણાવ્યો છે અને તેને બનાવટી ગણાવ્યો છે.

આ વીડિયો રશિયા સંબંધિત પ્રચાર અભિયાનનો એક ભાગ


આ વીડિયો સોશિયલ મીડિયા હેન્ડલ પર ફરતો થઈ રહ્યો છે માઈક્રોસોફ્ટના થ્રેટ એનાલિસિસ સેન્ટરના નિષ્ણાતોએ જણાવ્યું કે તેઓએ વીડિયોની તપાસ કરી અને કહ્યું કે આ વીડિયો યુક્રેન સાથે સંબંધિત અગાઉના વીડિયો જેવો જ છે. આ વીડિયો રશિયન ડિસઈન્ફોર્મેશન ગ્રૂપ સાથે જોડાયેલો હોવાની આશંકા છે. નિષ્ણાતોએ આ વીડિયોને નકલી ગણાવ્યો છે.

પેલેસ્ટિનિયન આતંકવાદીઓ આ પહેલા પણ ઓલિમ્પિક પર હુમલો કરી ચૂક્યા છે


ઓલિમ્પિક પર અગાઉ ઘણા હુમલાઓ થયા છે, જેમાં સપ્ટેમ્બર 1972માં મ્યુનિક ગેમ્સ દરમિયાન જ્યારે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ બ્લેક સપ્ટેમ્બરના સભ્યોએ 1996 એટલાન્ટા ગેમ્સ દરમિયાન 11 ઇઝરાયેલી એથ્લેટ અને કોચ માર્યા ગયા હતા, બોમ્બમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. જો કે આ વિડીયો જાહેર થયા બાદ આગામી ઓલિમ્પિકમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફ્રાન્સની સરકાર ઇવેન્ટના દરેક દિવસે 35,000 પોલીસ અધિકારીઓને તૈનાત કરવાની યોજના ધરાવે છે અને ઉદઘાટન સમારોહ માટે અધિકારીઓની સંખ્યા વધારીને 45,000 કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application