જી–૨૦ સમિટ જ્યાં યોજાવાની છે તે ભારત મંડપમ વિષે જાણો

  • August 31, 2023 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જી–૨૦ સમિટ માટે ૯ અને ૧૦ સપ્ટેમ્બરે રાજધાની દિલ્હીમાં દુનિયાભરના નેતાઓ એકઠા થઈ રહ્યા છે. પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં યોજાનારી આ કોન્ફરન્સમાં અમેરિકા, ચીન અને ઈજિ જેવા દેશોના રાષ્ટ્ર્રાધ્યક્ષો હાજર રહેશે, તેમના સિવાય અનેક દેશોના વડાઓ, અધિકારીઓ, પત્રકારો અને અન્ય લોકો અહીં હાજર રહેશે. એટલે કે કોન્ફરન્સ દરમિયાન આ ભારત મંડપમ વિશ્વનું સૌથી મોટું સેન્ટર બનવા જઈ રહ્યું છે, જેમાં તમામ આધુનિક સુવિધાઓ છે. પ્રગતિ મેદાનના આ ભારત મંડપની વિશેષતા શું છે અને તે કેવી રીતે ભારતનું ગૌરવ વધારશે, જાણો તેના દરેક મુદ્દા વિશે:દિલ્હીના પ્રગતિ મેદાન સંકુલમાં આંતરરાષ્ટ્ર્રીય પ્રદર્શન સંમેલન કેન્દ્ર –બનાવવામાં આવ્યું છે, અહીં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહીં હાજર કન્વેન્શન સેન્ટરનું નામ ભારત મંડપમ રાખવામાં આવ્યું છે, જેનું ઉધ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં કયુ હતું.


આ કન્વેન્શન સેન્ટર . ૨૭૦૦ કરોડના કુલ બજેટમાં બનાવવામાં આવ્યું છે અને તેનો ઉદ્દેશ્ય ભારતને બિઝનેસ ડેસ્ટિનેશન તરીકે પ્રોજેકટ કરવાનો છે. ૧૨૩ એકરમાં ફેલાયેલો આ વિસ્તાર મીટિંગ, ઇન્સેન્ટિવ, કોન્ફરન્સ અને એકિઝબિશન)ના હેતુ માટે બનાવવામાં આવ્યો છે. ભગવાન બસેશ્વરાના કથન અનુભવ મંડપમ થી પ્રેરિત થઈને ભારત સરકારે તેને ભારત મંડપમ નામ આપ્યું છે. તેનો હેતુ દેશના વિવિધ ભાગોની ઝલકને દુનિયાની સામે રાખવાનો છે.


ભારત મંડપમને એક અધતન કલા તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે પ્રગતિ મેદાનની ખૂબ જ મધ્યમાં છે. તેમાં મીટિંગ મ, લોન્જ, ઓડિટોરિયમ, એમ્ફીથિયેટર, બિઝનેસ સેન્ટર સહિત અન્ય સુવિધાઓ છે. ભારત મંડપમનો મુખ્ય હોલ ઘણો મોટો બનાવવામાં આવ્યો છે, જેમાં ૭ હજાર લોકો બેસી શકે છે. જેમાં સિડની ઓપેરા હાઉસ કરતાં વધુ ક્ષમતા છે. એટલું જ નહીં, એમ્ફી થિયેટરમાં ૩૦૦૦ લોકો બેસી શકે તેવી પણ સુવિધા છે.


જો તમે ભારત મંડપમની ડિઝાઈનને ધ્યાનથી જોશો તો અહીં પણ તમને દેશની સંસ્કૃતિ જોવા મળશે. તેનો આકાર શખં જેવો છે, તેની સાથે સૂર્ય શકિત, શૂન્યથી ઈસરો, પચં મહાભૂત અને અન્ય વિષયો દિવાલો પર રેખાંકિત કરવામાં આવ્યા છે.ભારત મંડપમ સંપૂર્ણપણે આધુનિક બનાવવામાં આવ્યું છે, તે ૫–જી વાઈફાઈ કેમ્પસ છે. મીટિંગ મમાં ૧૬ ભાષાઓના અનુવાદની સુવિધા છે, વીડિયો વોલ, બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, લાઈટ મેનેજમેન્ટ સિસ્ટમ, ડેટા કમ્યુનિકેશન સેન્ટર અને અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સંકુલમાં યાં ભારત મંડપમ સ્થિત છે ત્યાં એકિઝબિશન હોલ, વેપાર મેળા કેન્દ્રો, બિઝનેસ ઈવેન્ટ સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે. આખા સંકુલમાં સંગીતના ફુવારા, મોટા શિલ્પો, તળાવ અને અન્ય આકર્ષક વસ્તુઓ પણ છે. કોમ્પ્લેકસમાં લગભગ ૫૫૦૦ વાહનો માટે પાકિગની સુવિધા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application