ઉના તાલુકાના મોટા ડેસર ગામે હાર્દિક કનુભાઈ મકવાણાના મિત્ર મનોજભાઈ બારડની સગાઈ હોય ગઈકાલે રાત્રે સગાઈમાં ડી.જે. મ્યુઝિક ઉપર ડિસ્કો ડાન્સ લોકો કરી રહ્યા હતાં ત્યારે ડાન્સ વખતે આશિષ પ્રવીણભાઈ બાંભણિયાએ હાર્દિકને ધક્કો મારતા બોલાચાલી થઈ હતી તે મનદુ:ખ રાખી રાત્રિના છગનભાઈ કાળાની દુકાન પાસે આરોપી ભરત અરજણ ભાલીયા, દીપક કાળુ પરમાર, આદિત્ય ધીરૂ બાકિયા, આશિષ પ્રવીણભાઈ બાંભણિયા, જયરાજ ગોવિંદ પરમાર, સંદીપ સહિત છ લોકો (રહે. મોટા ડેસર તા.ઉના) આવી બોલાચાલી કરી લાકડી, છરી, વડે હત્પમલો કર્યેા હતો. જેમાં હાર્દિકને માથામાં, ગળામાં ઇજાઓ કરી હતી તેમજ અક્ષય કાનાભાઈ પામકને છરી વડે ડાબા હાથના અંગૂઠામાં ગંભીર ઇજાઓ કરી ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતાં. ઇજા પામનાર બેને ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને પોલીસ સ્ટેશનમાં છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
જયારે સામા પક્ષે દીપક કાળુભાઈ પરમાર (રહે. મોટા ડેસર તા.ઉના)એ પણ સગાઈમાં ડી.જે. મ્યુઝિકમાં ડિસ્કો ડાન્સ કરવા સમયે હાર્દિક કનુભાઈ મકવાણા એ આશિષ પ્રવીણ ભાઈ બાંભણિયા ને ધક્કો મારતાં જયરાજ ભાઈ વચ્ચે પડીને વાતાવરણ શાંત કરેલ તે મનદુ:ખ રાખી આરોપી હાર્દિક કનુભાઈ મકવાણા, પરેશ ભીમાભાઇ પામક, રવિ વીજાભાઈ પામક, અક્ષય કાનાભાઈ પામક, સાગર બાંભણિયા (રહે. મોટા ડેસર તા.ઉના)એ પણ લાકડી, છરી, ધોકા લાકડી વતી હત્પમલો કરી દીપકભાઈને માથામાં મારી ગંભીર ઈજા કરી માર મારી ઈજાઓ કરતા ઉના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતાં યાં તેમને હાર્દિક સહિત પાંચ આરોપીઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્નેની ફરિયાદ નોંધી તપાસ કરી રહ્યા છે.