કાલવાડ રોડ પર વૃંદાવનનગર મેઇન રોડ પર હેલ સલુનની દુકાને બે શખસોએ આવી વાળ કપાવવાના પૈસા બાબતે માથાકૂટ કરી હતી.બાદમાં યુવાનને ગાળો આપી છરીનો ઘા ઝીંકી દીધો હતો.ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે બે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,શહેરના કાલાવડ રોડ પર વૃંદાવનનગર મેઇન રોડ પર ડાનગર–૧બ્લોક નં.૧૫૩ માં રહેતા અને ઘરમાં જ બહારની સાઇડ સ્ટાઇલો નામની હેર સલુનની દુકાનની ધરાવતા કિશન મહેશભાઇ હિરાણી(ઉ.વ ૨૬) નામના યુવાને તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે ગત તા. ૧૧૬ બપોરના સમયે પોતાની દુકાને હતો ત્યારે તેની દુકાને અગાઉ તેની પાસે વાળ કપાવી જનાર એક શખસ તેની સાથે અન્ય એક શખસ સાથે આવ્યો હતો.જે બંનેએ વાળ કપાવ્યા હતાં.બાદમાં પૈસા માંગતા બંનેએ બોલાચાલીએ કરી હતી.ત્યારબાદ .૪૦૦ ઓનલાઇન ચૂકવ્યા હતાં.ત્યારબાદ ગઇકાલે રાત્રીના આઠેક વાગ્યે યુવાન પોતાની દુકાને હતો ત્યારે આગલા દિવસે આવેલા શખસ તેની સાથે અન્ય એક અજાણ્યો શખસ અહીં આવ્યા હતાં.જેણે વાળ કપવ્યા હતાં.
વાળ કપાવી લીધા બાદ તેના પૈસા માંગતા બંને શખસોએ ઝઘડો કરી યુવાનને ગાળો આપવા લાગવા લાગ્યા હતાં.જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા બંને ઉશ્કેરાઇ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતાં.તેવામાં એક શખસે પોતાની પાસે રહેલી છરી કાઢી યુવાનને મરવા જતા તે ફરી જતા તેને પીઠનાભાગે છરીનો ઘા લાગી ગયો હતો.બાદમાં તેણે દેકારો કરતા આ બંને શખસો વાહન લઇ નાસી ગયા હતાં.યુવાને વાહનનો નંબર જોતા જીજે ૦૩ એમએન ૦૬૫૧હોવાનું નજરે પડયું હતું.બાદમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ત્યારબાદ યુવાને આ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા શોધખોળ શ કરી છે.બનાવની વધુ તપાસ પીએસઆઇ પી.એચ.નાયી ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech