નક્ષત્રોનો રાજા 'પુષ્ય': જાણો શા માટે આ નક્ષત્ર છે સર્વશ્રેષ્ઠ અને તેમાં જન્મેલા લોકોના અનોખા ગુણો!
ગ્રહો અને નક્ષત્રોની ચાલને માનવ જીવનનો આધાર માનવામાં આવે છે. બ્રહ્માંડના ૨૭ નક્ષત્રોમાં 'પુષ્ય નક્ષત્ર'ને સૌથી સર્વોચ્ચ એટલે કે નક્ષત્રોનો રાજા ગણવામાં આવે છે. આ એ જ પવિત્ર અને શુભ નક્ષત્ર છે જેમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. શનિદેવ આ નક્ષત્રના સ્વામી છે અને દેવગુરુ બૃહસ્પતિ તેના પ્રમુખ દેવતા છે, જેના કારણે આ નક્ષત્ર પર બંને મહાન ગ્રહોનો અદભુત પ્રભાવ જોવા મળે છે.
'પુષ્ય' એટલે પોષણ:-
આ નક્ષત્ર શા માટે માનવામાં આવે છે આટલું પવિત્ર?
શાબ્દિક અર્થમાં પુષ્ય એટલે 'પોષણ કરનાર'. આ નક્ષત્ર ઉર્જા, શક્તિ અને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરનારું માનવામાં આવે છે.
ગાયના આંચળ સાથે સરખામણી:- વિદ્વાનો આ નક્ષત્રને ગાયના આંચળ સમાન પવિત્ર માને છે, જે રીતે ગાયનું દૂધ અમૃત સમાન પોષણ આપે છે, તેવી જ રીતે આ નક્ષત્ર માનવ જીવનને સમૃદ્ધિ આપે છે.
મહા મુહૂર્તનો સંયોગ:- જ્યારે આ નક્ષત્ર ગુરુવાર કે રવિવારે આવે છે, ત્યારે અનુક્રમે 'ગુરુ-પુષ્ય યોગ' કે 'રવિ-પુષ્ય યોગ' બને છે. આ સમયને સોનું, વાહન, જમીન કે મકાન ખરીદવા માટેનો સર્વશ્રેષ્ઠ મહા મુહૂર્ત ગણવામાં આવે છે.
લગ્ન માટે કેમ વર્જિત?:- આટલું શુભ હોવા છતાં પુષ્ય નક્ષત્રમાં લગ્ન સંસ્કાર કરવામાં આવતા નથી. તેની પાછળનું કારણ એ છે કે આ નક્ષત્રની ઉર્જા અત્યંત સ્થિર, સખત અને ઉગ્ર હોય છે, જે લગ્ન જીવનના કોમળ સંબંધો માટે અનુકૂળ નથી મનાતી.
પુષ્ય નક્ષત્રમાં જન્મેલા લોકોના ૫ અદભુત અને અનોખા લક્ષણો
આ નક્ષત્રમાં જન્મેલા વ્યક્તિઓ પર નક્ષત્રના રાજાની વિશેષ કૃપા હોય છે. તેમના વ્યક્તિત્વમાં આ ખાસ ગુણો જોવા મળે છે:
૧. જન્મજાત ભાગ્યશાળી અને લોકપ્રિય
આ લોકો જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો નથી કરતા. તેઓ સમાજમાં ખૂબ જ લોકપ્રિય બને છે અને લોકો સાથે પ્રેમપૂર્વક વર્તે છે.
૨. પ્રમાણિકતાના પ્રતીક
આવા લોકોને ધનનો લોભ આપી શકાતો નથી. તેઓ લાંચ લેવી કે આપવી બંને બાબતોથી જોજનો દૂર રહે છે અને નૈતિક જીવન જીવે છે.
૩. મોટી જવાબદારીઓ ઉપાડનાર
તેમની અત્યંત વિશ્વસનીય છબીને કારણે ઑફિસ, વ્યવસાય કે સામાજિક ક્ષેત્રે તેમને હંમેશાં મોટા અને મહત્વના પદો સોંપવામાં આવે છે.
૪. મુશ્કેલીઓમાં પણ સકારાત્મક સોચ
આ નક્ષત્ર સકારાત્મક ઉર્જાથી ભરપૂર છે, તેથી આ નક્ષત્રના જાતકો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ ક્યારેય હિંમત નથી હારતા અને પોઝિટિવ રહે છે.
૫. મદદગાર અને રક્ષક
તેઓ સ્વભાવે ખૂબ જ સંભાળ રાખનારા (Caring) હોય છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તેઓ હંમેશાં તત્પર રહે છે