રાની મુખર્જી, શિલ્પા શેટ્ટી, શિવ ઠાકરે, એમસી સ્ટેન અને ભૂષણ કુમારે ફરાહની દુખની ઘડીમાં મિત્રતા નિભાવી
જાણીતા કોરીઓગ્રાફર ફરાહ ખાનની માતાનું તાજેતરમાં જ નિધન થયું હતું, જે બાદ તેની હાલત ખૂબ જ ખરાબ છે. આ સમાચાર મળતા જ શાહરૂખ ખાન તેની મિત્ર ફરાહ પાસે પહોંચ્યો હતો અને તેની સંભાળ લેતો જોવા મળ્યો હતો. ફરાહ ખાનની માતા લાંબા સમયથી બીમાર હતી અને તેણે અનેક સર્જરી કરાવી હતી.કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાન આ સમયે ભારે આઘાતમાં છે. તે તેની માતા મેનકા ઈરાનીને ગુમાવવાનું દુઃખ સહન કરી શકતી ન હતી અને સતત રડતી હતી. દુઃખની આ ઘડીમાં શાહરૂખ ખાન પણ તેની મિત્ર ફરાહ પાસે પહોંચ્યો અને તેને રડતી જોઈને તેની સંભાળ લેવા લાગ્યો હતો અને મનાવતા ના દર્શન કરાવ્યા હતા. તેમની પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના પણ ત્યાં હતી. શાહરૂખનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ફરાહના ઘરેથી બહાર આવી રહ્યો છે. ફરાહ પણ હાજર છે, જે તેની માતાને ગુમાવ્યા પછી પ્રથમ વખત જોવા મળી હતી.શાહરૂખ ખાન બહાર આવ્યો અને ફરાહને સમજાવીને થોડીવાર ઉભો રહ્યો. જો કે, રાબેતા મુજબ સુરક્ષાકર્મીઓએ છત્રી વડે મોઢા ઢાંકી દીધા હતા. શાહરૂખ સિવાય ફરાહના ઘરે અનેક ફિલ્મ સેલિબ્રિટીઓ પહોંચી હતી, જેમાં રાની મુખર્જી, શિલ્પા શેટ્ટી, શિવ ઠાકરે, એમસી સ્ટેન અને ભૂષણ કુમાર સામેલ હતા.
ફરાહની માતાએ બાળકોને એકલા હાથે ઉછેર્યા હતા
ફરાહ ખાનની માતા મેનકા ઈરાની મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. તેમને ઘરે લઈ આવ્યા હતા પરંતુ તેની તબિયત બગડી. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયા નહી . ફરાહના પિતા કામરાન ખાનનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું. તેઓ જાણીતા ફિલ્મ નિર્માતા હતા.
ફરાહે 12 જુલાઈના રોજ તેની માતાનો જન્મદિવસ ઉજવ્યો હતો
પિતાના મૃત્યુ બાદ માતાએ ફરાહ અને સાજિદ ખાનને એકલા હાથે ઉછેર્યા હતા. 12મી જુલાઈએ ફરાહની માતા મેનકાનો જન્મદિવસ હતો. ફરાહે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી અને એક ઈમોશનલ પોસ્ટ પણ લખી. પરંતુ તેઓને ક્યા ખબર હતી કે તેમની માતા થોડા દિવસો પછી તેમને છોડી દેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech