કિંગ ચાર્લ્સની તાજપોશીની તૈયારીઓ પુરજોશમાં, શાહી સમારોહમાં થશે 1000 કરોડનો ખર્ચ

  • May 02, 2023 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લંડનમાં 6 મે ના રોજ વેસ્ટમિંટર એબેમાં કિંગ  ચાર્લ્સ ત્રીજાની તાજપોશી કરવામાં આવશે. આ રાજયાભિષેકમાં સૌથી પવિત્ર ધાર્મિક વિધિ માટે ઉપયોગમાં લેવાતા કાપડના પડદાનું અનાવરણ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પડદા પર ભારત સહિત રાષ્ટ્રમંડલના પ્રત્યેક સભ્ય દેશનું નામ હશે. બ્રિટિશ રાજાશાહીના લંડનમાં આવેલા સત્તાવાર આવાસ બકિંઘમ પેલેસ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. 



રાજયાભિષેક માટેના આ ખાસ પડદાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં પડદાની વચ્ચે એક વૃક્ષ દોરવામાં આવ્યું હતું જેમાં 56 શાખાઓ જે કોમનવેલ્થ દેશોના નામ દર્શાવે છે. ઐતિહાસિક સ્વરુપે આ વિધી કિંગના કોમનવેલ્થ પ્રત્યેના ખાસ લગાવને પ્રદર્શિત કરે છે. બ્રિટનના રાજા ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ જેવા કુલ 14 કોમનવેલ્થ દેશોના પણ રાજા હોય છે. 



ઐતિહાસિક રીતે જોઇએ તો કિંગ અને ઇશ્વર વચ્ચેના જોડાણની ક્ષણ સમાન મનાય છે. આ પરંપરા બ્રિટિશ કિંગની તાજપોશી પહેલા થાય છે. તાજપોશી સેરેમની સમારોહ દરમિયાન વેસ્ટમિંસ્ટરના ડીન એક કળશમાંથી પવિત્ર તેલ રાજયાભિષેક માટેની ચમચીમાં નાખે છે. કેંટરબરીના આર્કબિશપ મહારાજા ના હસ્તે છાતિ અને માથા પર આ તેલ લગાવવામાં આવે છે.



બ્રિટનની મહારાણી એલિઝાબેથના નિધન પછી પુત્ર કિંગ  ચાર્લ્સની તાજપોશી માટે તડામાર તૈયારીઓ શરુ થઇ છે. બ્રિટનમાં આ સમારોહ એક સપ્તાહ સુધી રાજયાભિષેક સમારોહ તરીકે ઉજવવામાં આવશે. 7 મે ના રોજ થનારા કોન્સર્ટનાં બોલીવૂડ એકટ્રેસ સોનમકપૂર સામેલ થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application