નિર્દોષ વૃક્ષોની હત્યા...રાજકોટની ગોપાલ ડેરીમાં ગેરકાયદેસર વૃક્ષોનું છેદન થયું હોય તેવા વિડીયો વાયરલ

  • February 13, 2023 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સરકાર પર્યાવરણ બાબતે ખૂબ ચિંતિત હોય છે. ખૂબ મોટા પાયે વૃક્ષ વાવેતરને પ્રોતશાહન આપે છે. ત્યારે ગોપાલ ડેરી પણ તેના કાર્યક્ષેત્રમાં આવતી ગામડાની દૂધ ડેરીના સભાસદો ને વૃક્ષો વાવવા માટે આપે છે. અને  ડેરીના સંચાલકોએ ડેરીના અંદર વાવેલા વૃક્ષોને કાપી નાખ્યા છે. તેનો વિડીયો પણ સોશ્યલ મીડીયા પર વાયરલ થઇ રહ્યો છે.  અગાઉ આ ડેરીના અંદરના ભાગમાં ઘણા વૃક્ષો વાવેલા હતાં.  મળતી માહિતી અનુસાર તેમાંથી 80 વૃક્ષો કપાયેલ છે.


આ વાયરલ વિડીયો દ્વારા નવરંગ નેચર ક્લબના નિવૃત ફોરેસ્ટ અધિકારી વીડી બાલા અને અન્ય અધિકારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. અને આ વિડીયો અનુસંધાને વૃક્ષો ખરેખર કેટલા કપાણા છે તેની તપાસ માટે નવરંગ નેચર ક્લબ અને રાજકોટ શહેર ની જાણીતી સંસ્થાના વિવિધ પ્રતિનિધિઓ ડેરીની મુલાકાતે જવાના છે. જો વૃક્ષો કપાયેલા હશે તો સીધી કોર્ટમાં ફરિયાદ કરશે કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application