અમદાવાદના પીપલજ વટવા વિસ્તારમાં વેજપુરમાં રહેતા સુરતની નર્મદા યુનિવર્સિટીના ફરજ મોકૂફ પ્રોફેસર રતિલાલ ભીખાભાઈ ગળિયા ઉ.વ.૫૫ નામના પ્રૌઢનું ભાણેજે ભાવનગરની યુવતી સાથે કરેલા પ્રેમ લના મામલે ભાવનગરના કુખ્યાત શખસ સંતોષ સોઢાએ ધોળકાના ભુર્ખી ગામના અર્જુન કાળુભાઈ અલગોતર (મુખી) અને સાગરીતો સાથે મળી રાજકોટ નજીકથી કારમાં અપહરણ કર્યાનો બનાવ રાજકોટ એરપોર્ટ પોલીસ મથકે નોંધાયો છે.
સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવનાર રતિલાલભાઈના ભાઈ હરિભાઈ ઉ.વ.૫૨એ ફરિયાદમાં જણાવ્યા મુજબ ચાર ભાઈ બે બહેનમાં અમદાવાદ ઓઢવ ખાતે રહેતા બહેન અમથીબહેનના પુત્ર જીજ્ઞેશે મુંબઈ ખાતે રહેતી નાના ભરવાડ સમાજની ભાવનગરની વતની યુવતી માયા સાથે ત્રણેક માસ પૂર્વે લવમેરેજ કર્યા હતા. જે તે સમયે સંતોષ સોઢા અને અર્જુન અલગોતર તથા તેના માણસો ઘરે ધસી આવ્યા હતા અને અમારી પુત્રી માયાબેનને પરત નહીં આપો તો તમારા કોઈના અપહરણ કરી જઈશ કહીં ધમકી આપી હતી. મારા પર ઘણા આવા ગુનાઓ દાખલ થયેલા છે કાંઈ ફેર નહીં પડે.
સમગ્ર મામલે સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ યુવતી માયા તેના પીયર પરત ચાલી ગઈ હતી. એકાદ માસ પૂર્વે પતિ જીજ્ઞેશે હાઈકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી હતી અને હાઈકોર્ટના હત્પકમથી જીજ્ઞેશને તેની પત્ની માયાને સોંપવામાં આવી હતી. એ સમયે હરિભાઈ અને તેના મોટાભાઈ રતિલાલ બન્ને ભાણેજ સાથે કોર્ટમાં ગયા હતા. કોર્ટ બહાર નીકળતા જ ત્યાં ધોળકાના ભૂર્ખી ગામના મેરૂ, રાજમેરૂ, અર્જુન અલગોતર ભાવનગરના સંતોષ સોઢા, રતા સામત, કાળુ સામર્થ તથા સંજય ભરૂ ઉભા હતા.
એ સમયે હરિભાઈ તથા રતિલાલભાઈને ધમકી આપી હતી કે અત્યારે ભલે તમે કોર્ટ દ્રારા દીકરી લઈ ગયા પરંતુ હવે અમે તમને જોઈ લેશું. ભાણેજે કરેલા પ્રેમ લ સંબંધે યુવતી પક્ષના ઈસમો તેના મામાઓ સાથે માથાકૂટ કરતા હતા અને કોઈ ગુનો આચરવાની ફિરાકમાં હતા. હોળી, ધૂળેટીને લઈને અમદાવાદથી દ્રારકા ભાવેશભાઈ નામના વ્યકિત દ્રારા પગપાળા સઘં ગત તા.૯ના રોજ કાઢવામાં આવ્યો હતો જે સંઘમાં રતિલાલભાઈ પણ દ્રારકા જવા જોડાયા હતા.
ગઈકાલે રતિલાલનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી હરિભાઈએ ભાવિનભાઈનો સંપર્ક કર્યેા હતો અને રતિલાલ વિશે ખબર અંતર પૂછતાં ભાવિનભાઈએ ગતરાત્રે બામણબોર ટોલનાકા પાસે દેવા લાખાની જગ્યાએ બધા રોકાયા હતા અને સવારે ત્યાંથી બધા પગપાળા જવા નીકળ્યા હતા એ સમયે રતિલાલ પણ અમારી સાથે હતા. ગુંદાળા ગામ પાસે આવેલા પુલ નજીક સાથે જોયા હતા ત્યારબાદ જોવા મળ્યા નહતા. આવો જવાબ આપતા હરિભાઈ પરિવારજનો સાથે ભાઈ રતિલાલની શોધમાં રાજકોટ તરફ આવ્યા હતા.
તપાસ દરમિયાન ખ્યાલ પડયો કે ગતરોજ વહેલી સવારે છ વાગ્યાના અરસામાં અમદાવાદ હાઈવે પર ગુંદાળા ગામના પાટિયાથી બંસલ પેટ્રોલ પપં વચ્ચેના માર્ગ પરથી અપહરણ થયેલું છે. અપહરણ ભાવનગરના કુખ્યાત સંતોષ સોઢા, અર્જુન મુખી તેની સાથેના માણસોએ કર્યુ હોય અથવા કરાવાયું હોયની શંકા વ્યકત કરીને રાજકોટ એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સત્ય શું છે? તે ચકાસવા તપાસ આરંભી છે.
બે પોલીસની હદમાં ફરિયાદ ૨૪ કલાક બાદ નોંધાઈ
અપહરણ થયાની વાતના પગલે ૈઅપહૃત ફરજ મોકૂફ પ્રોફેસરના ભાઈ સહિતના રાજકોટ એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ માટે પહોંચ્યા હતા. જયા પ્રાથમિક તપાસમાં હદ મોરબી જિલ્લ ા પોલીસની હોવાનું કહેવાયુ. ફરિયાદી દ્રારા ત્યાં સંપર્ક કરાયો. બન્ને પોલીસ વચ્ચે હદ નક્કી કરવામાં ચકરાવે ચડી હતી. અંતે અપહરણના બીજા દિવસે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ એરિયાની હદ હોવાનું નક્કી થતાં એરપોર્ટ પોલીસે આજે ૨૪ કલાક બાદ ફરિયાદ નોંધી સમગ્ર ઘટનામાં શું મામલો છે? તે અંગે તપાસના ઘોડા દોડાવવાનું શરૂ કયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech