- જેસલમેર એરપોર્ટ પર ક્યૂટ અને સુંદર કિયારાએ એવું કર્યું કે થવા માંડી ટ્રોલ
- એક યુઝરે લખ્યું- હું દાવા સાથે કહું છે કે મેડમ 3-4 મહિનામાં ખુશખબર આપશે
બ્યૂટિફૂલ અને ક્યૂટ એક્ટ્રેસ કિયારા અડવાણીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 7 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેનરના પેલેસમાં લગ્ન કરી લીધા. કિયારા અને સિડ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યારબાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કિયારા પણ આલિયા ભટ્ટની જેમ લગ્ન પહેલાંથી જ પ્રેગ્નેન્ટ થઇ ગઇ, તેથી ઉતાવળે બંનેએ લગ્ન કર્યા.
બન્યું એવું કે બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી લગ્ન પછી જેસલમેર એરપોર્ટ પર તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. કિયારા અડવાણી દિલ્હીની ફ્લાઈટ પકડવા માટે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જેસલમેર એરપોર્ટ પર પહોંચી, જ્યાં મીડિયાએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી.
જ્યારે મીડિયા કિયારાને તેમના કેમેરામાં કેદ કરી રહ્યું હતું ત્યારે તે દુપટ્ટા વડે પેટ ઢાંકતી જોવા મળી હતી. કિયારા અડવાણીની આ તસવીરો હાલમાં ચર્ચામાં છે અને લોકો કહી રહ્યા છે કે એક્ટ્રેસ કિયારા અડવાણી પ્રેગનેન્ટ છે અને ટૂંક સમયમાં લોકોને ગુડ ન્યૂઝ આપી શકે છે.
કોમેન્ટ કરતાં એકયુઝરે લખ્યું....
હું શરત લગાવીને કહી શકું છું કે આ મેડમ 3-4 મહિનામાં ખુશખબર આપશે. તેની પ્રેગ્નન્સીના સમાચાર પણ આવવાના છે. તે તેના દુપટ્ટા વડે પોતાનુ પેટ છુપાવી રહી છે. આ સ્ટાર લોકો આપણને ગાંડા સમજે છે કે અમને કંઈ સમજાશે નહીં.
અન્ય એક નેટિઝને લખ્યું કે... તે પ્રેગનેન્ટ છે, એટલા માટે તે દુપટ્ટા વડે પેટ છુપાવી રહી છે.કિયારા અડવાણીને નેટિઝન્સ તેની નવી તસવીરોને કારણે લોકો ટ્રોલ કરી રહ્યાં છે તો કેટલાક લોકો ટ્રોલ્સ પર ગુસ્સે પણ થઈ રહ્યા છે. લોકો કહે છે કે ટ્રોલર્સે વિચારવું જોઈએ કે તેઓ ક્યારે શું બોલી રહ્યા છે? કિયારા અડવાણીના નામ સાથે કોઈ વિવાદ જોડાયેલો નથી, જેના કારણે લોકો તેના વિશે આવી ખરાબ વાતો સાંભળીને ગુસ્સે થાય છે. કિયારા ઈન્ડસ્ટ્રીની સૌથી ક્યૂટ ગર્લ છે, જેને લોકો ખરેખર પ્રેમ કરે છે. આવી સ્થિતિમાં તેના વિશેની આવી વાતો તેના ફેન્સને પસંદ નથી આવી રહી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech