ખ્યાતિ કાંડ: રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, તપાસમાં નવા ખુલાસાની શક્યતા

  • December 15, 2024 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં નવો વળાંક આવ્યો છે. આ કાંડમાં મુખ્ય આરોપી રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં દલીલ કરી હતી કે, રાજશ્રી કોઠારીની પૂછપરછ કરવાથી આ કેસમાં અનેક નવા ખુલાસા થઈ શકે છે. કોર્ટે ક્રાઈમ બ્રાન્ચની દલીલ સ્વીકારીને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


ઉલ્લેખનીય છે કે, રાજશ્રી કોઠારીને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. છેલ્લા એક મહિનાથી તેઓ ફરાર હતા. અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન રદ કર્યા હતા.


ખ્યાતિ હોસ્પિટલ કાંડ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કાંડમાં રાજશ્રી કોઠારીની ધરપકડ અને રિમાન્ડ મંજૂર થવાથી તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોમાં આશા છે.


અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના ડાયરેકટર એવા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન રદ કર્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application