આગામી જાન્યુઆરી ૨૦૨૭માં ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠI મહોત્સવને ૧૦ વર્ષ પૂર્ણ ઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શતાબ્દી મહોત્સવ ૨૦૨૭નું આયોજન કરવામાં આવ્યું છે. શતાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે તારીખ ૨-મેને શનિવારના રોજ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ખોડલધામ મંદિર ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ શતાબ્દી મહોત્સવના કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી. આ મહોત્સવ ખોડલધામ મંદિર પરિસર, કાગવડ ખાતે ૧૯ જાન્યુઆરી ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ઉજવવામાં આવશે.શતાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે યોજાયેલી મીટમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠIના અત્યાર સુધી કરોડો લોકોએ અહીં આવીને મા ખોડલના આશીર્વાદ લીધા છે ત્યારે શતાબ્દી મહોત્સવમાં પણ લોકો ભાવી જોડાશે.રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચી તેને મદદરૂપ વાના ભાવ અને વિચાર સો ખોડલધામની સપના કરવામાં આવી હતી. હસમુખ લુણાગરીયાએ ત્રણ દિવસ યોજાનાર શતાબ્દી મહોત્સવની વિસ્તૃત રૂપરેખા જણાવી જણાવ્યું હતું કે, ખોડલધામ ટ્રસ્ટ ઉત્તરોત્તર અદભૂત અને અપ્રતિમ કાર્યક્રમો આપતું આવ્યું છે. તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૭ ને મંગળવારના રોજ ખોડલધામ મંદિરે શતાબ્દી મહોત્સવનો શુભારંભ શે. જેમાં સવારે ૧૦૦૮ કુંડી મહાયજ્ઞનો પ્રારંભ શે. ચારેય દિશાઓમાંથી શોભાયાત્રા ખોડલધામ મંદિરે પહોંચશે. જેના સામૈયા છે અને પુષ્પવર્ષા છે . બપોર બાદ ભવ્ય સાંસ્કૃતિક લોક ડાયરો યોજાશે. બીજા દિવસે તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૭ ને બુધવારના રોજ સવારે શાોક્ત વિધિી મહાયજ્ઞ શે. બપોર બાદ મહારાસ યોજાશે. જેમાં દરેક જિલ્લા, તાલુકાઓ, શહેરો અને ગામડે ગામડે થી ભાઈઓ-બહેનો પરંપરાગત વોમાં સજ્જ થઈ ઉપસ્તિ રહેશે અને મહારાસમાં જોડાશે. અંતિમ દિવસે તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૭ને ગુરુવારના રોજ ૧૦૦૮ કુંડી મહાયજ્ઞની પૂર્ણાહૂતિ શે અને બીડું હોમવામાં આવશે. માતાજીને અન્નકૂટ ધરવામાં આવશે. સામૂહિક મહાઆરતી અને ધ્વજારોહણ કરાશે. ત્યારબાદ ખોડલધામ મંદિરે વિરાટ ધર્મસભા યોજાશે.ત્રણેય દિવસ દરમિયાન ખાસ ખોડલધામની ૧૦ વર્ષની યાત્રાનું પ્રદર્શન કરવામાં આવશે.જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠ ા મહોત્સવની યાદો હજુ પણ માનસપટ પર જીવંત છે. માના ધામમાં લાખો લોકો આ મહોત્સવમાં સહભાગી યા અને આપણે વિશ્વમાં ડંકો વગાડ્યો. દરેક ૨૧ જાન્યુઆરીના રોજ આપણે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરીએ છીએ. ત્યારે આગામી દશાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી સંસ્કૃતિ, પરંપરા અને સંકલ્પોને યાદ કરીએ અને આ મહોત્સવમાં વધુ ને વધુ લોકો જોડાય તેવા સંગઠન કી પ્રયત્ન કરીએ.ખોડલધામ દશાબ્દી મહોત્સવના આમંત્રણના ભાગરૂપે આગામી દિવસોમાં ગુજરાતના અલગ અલગ ગામડાઓ અને શહેરોમાં મા ખોડલ રમાં બિરાજમાન આમંત્રણ આપવા જશે. આ માટે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ત્રણ ર તૈયાર કરવામાં આવશે જે અલગ અલગ ઝોનમાંથી શતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા જશે.૨-મેના રોજ ખોડલધામ મંદિરે યોજાયેલા શતાબ્દી મહોત્સવ આયોજન મીટ કાર્યક્રમમાં ઉપસ્તિ બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ સહિતના હાજર રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application