આ પ્રસંગે મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તારો સુધી પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સુદ્રઢ બનાવવા નેમ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે જેને વધુ ઉન્નત બનાવવાનો સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે. ગામડાઓમાં જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જેનું ખરું ઉદાહરણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહ્યું છે.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે શરૂ કરેલ પી.એમ.જે.વાય યોજના આશિર્વાદરૂપ બની છે. ભૂતકાળમાં લોકો સામાન્ય બીમારીથી ગભરાઈ જતા હતા જ્યારે હવે મોટી મોટી બીમારીઓ પણ સારવાર ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહી છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિગની અસરને પરિણામે વાતાવરણમાં બદલાવો આવ્યા કરે છે. પર્યાવરણના સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ"એક પેડ માઁ કે નામ અભિયાન" ને રાજ્ય સરકારે વેગવંતુ બનાવી સમગ્ર રાજ્યમાં ૧૭ કરોડ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. મારો સૌ ગ્રામજનોને ખાસ અનુરોધ છે કે ઓછામાં ઓછું એક વૃક્ષ આપણા માતા નામે વાવી રાજ્યને હરિયાળું બનાવવામાં યોગદાન આપીએ.
ઉલ્લેખનીય છે કે, ખાતમુહૂર્ત કરવામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરમાં ૧૨ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થશે. જેમાં સગર્ભા ,ધાત્રી માતાની તપાસ , બાળકો અને માતાનું રસીકરણ, કિશોર કિશોરીની સેવાઓ, વૃદ્ધ લોકોની સેવાઓ, આંખ ,કાન, નાક ,ગળું,ઓરલ ,મેન્ટલ ,પ્રાથમિક તમામ સારવાર વગેરે આ સેન્ટર ખાતે ઉપલબ્ધ થશે.
ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમમાં મંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech