વારસદારને રૂ. 12 લાખના બેંકમાં જમા અપાયા
ખંભાળિયામાં ગત તા. 23 ના રોજ એક મકાન દુર્ઘટનામાં સતવારા પરિવારના એક વૃદ્ધા તેમજ તેમની બે પુત્રીઓના અકાળે મૃત્યુ નિપજયા હતા. આ મૃત્યુ પામનારા કેશરબેન કણઝારિયા, પાયલબેન અને પ્રીતિબેનના કુદરતી આપત્તિના કારણે થયેલ માનવ મૃત્યુના કિસ્સામાં પ્રત્યેક મૃતકના વારસદારને રૂ. 4 લાખ સહાય હેઠળ કરવાની થતી કાર્યવાહીની તમામ કામગીરી તંત્ર દ્વારા તાકીદે પૂર્ણ કરી અને વારસદારના બેંક ખાતામાં કુલ રૂ. 12 લાખની સહાયની રકમ જમા કરવામાં આવી હતી.
જેમાં દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો અને આગેવાનોએ જરૂરી સાથ સહકાર સાથે તાકીદની કામગીરી કરી હતી. ઘટનાના 24 કલાકમાં કાર્યવાહી પૂર્ણ કરી એક નમૂના રૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કાર્યવાહીમાં સતવારા સમાજના આગેવાન જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમ અને આગેવાન જીગ્નેશભાઈ પરમાર દ્વારા પરિવારએ વહીવટી તંત્ર સાથે એક સેતુ બની અને ડોક્યુમેન્ટ્સ પૂર્ણ કરવામાં નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. જેમાં આજે વહેલી સવારે મૃતકના પરિવારજનના ખાતામાં આ રકમ જમા થયા બાદ ગુરુવારે મામલદાર વિક્રમ વરુ, ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ મોહિતભાઈ મોટાણી, જીગ્નેશભાઈ પરમાર વિગેરે આગેવાનો દ્વારા પરિવારજનોને ઘરે જઈ, પ્રતીકાત્મક સહાયપત્ર સોંપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech