ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજથી હોસ્પિટલનું ખાનગીકરણ થશે: ઈશુદાન ગઢવી

  • August 25, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી હોસ્પિટલો સરકાર ખાનગીને પધરાવી દેવા માંગે છે: આપ

દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં સરકારી મેડિકલ કોલેજો આપવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ખંભાળિયા તાલુકાના વતની અને તાજેતરમાં અહીંની વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મુદ્દે તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, સરકારે ૨૦૧૬ માં જે જાહેરાત કરી હતી કે પરંતુ એની જગ્યાએ આજે એ જગ્યાઓ પર ખાનગી વ્યક્તિ કે ખાનગી ટ્રસ્ટ કે કોને લાભાર્થે ખાનગી મેડિકલ કોલેજ શરૂ કરવાની પેરવી કરી રહી છે અને અરજીઓ મંગાવવામાં આવી છે.  એનો મતલબ કે જ્યાં સરકારી મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી ૨૧ હજાર રૂપિયામાં ભણી શકે, એની જગ્યાએ હવે ખાનગી મેડિકલ કોલેજમાં ૯૦ લાખ રૂપિયાનો ખર્ચ કરીને ભણશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગરીબ વિદ્યાર્થી ત્યાં એડમિશન નહીં લઈ શકે અને ખાનગી મેડિકલ કોલેજોને મફતમાં સરકારી હોસ્પિટલ વાપરવા મળશે. જે એજન્સી કે ટ્રસ્ટ આમાં જોડાશે એ લોકોના ઘી કેળા થઈ જશે.
આ મુદ્દે આમ આદમી પાર્ટી આ બાબતની ઉગ્ર રજૂઆત કરશે અને જરૂરત પડી તો ઉગ્ર આંદોલન પણ કરશે. સરકારી હોસ્પિટલોમાં બેડ ઓછા છે એના બહાને જે બિલ્ડીંગો બનાવી છે તે પણ સરકાર ખાનગીને પધરાવી દેવા માંગે છે. છો. આના પરિણામે સરકારી હોસ્પિટલોમાં મળતી મફત સારવાર પર કાપ લાગશે. આ બાબતને આપના પ્રદેશ પ્રમુખે એક મોટું ષડયંત્ર ગણાવ્યું છે. જેથી દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદના લોકોને જાગૃત થવાની હાકલ કરી અને આ જગ્યા પર સરકારી મેડિકલ કોલેજ જ શરૂ કરવી પડે એવી પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવું પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application