ખંભાળિયા ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી

  • June 17, 2023 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એમ.પી.ની ભૂલી પડેલી મહિલાને તેના પરિજનો સુધી પહોંચાડી

ખંભાળિયાના પોલીસ મથકમાંથી એક અજાણી મહિલા મળી આવી હોવાની જાણ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કરવામાં આવી હતી. આ મહિલાને મદદની અને કાઉન્સિલિંગની જરૂર હોવાથી તાત્કાલિક ૧૮૧ ટીમના કાઉન્સીલર બીનલબેન અને કોન્સ્ટેબલ નજમાબેન આ સ્થળે પહોંચી ગયા હતા.
જ્યાં મહિલા પાસે જઈને સૌપ્રથમ તેણીને આશ્વાસન આપી, ત્યારબાદ આ મહિલા સાથે પરામર્શ કરતા ગભરાયેલી હાલતમાં હોવાથી આ મહિલાએ પ્રથમ તો વાત કરવામાં ડરતા અનુભવતી હતી. પરંતુ આ મહિલાને વિશ્વાસમાં લઈને તેમનું સુવ્યવસ્થિત રીતે કાઉન્સિલીંગ કરવામાં આવતા આ મહિલા મધ્યપ્રદેશના ઇન્દોરના વતની હોવાનું જણાવ્યું હતું આ પછીની ગંભીર વાતમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે પ્રસંગ હોવાથી સાસરીમાંથી પિયર જતા હતા. સાથે કપડા અને સોનાના દાગીના વિગેરે હતા.
તેઓ ઘરેથી નીકળીને બસમાં બેસતા એક અજાણી મહિલા બાજુમાં આવીને બેસી ગઈ હતી. આ અજાણી મહિલાએ આ પીડિત મહિલા સાથે વાતચીત કરી તેઓને પ્રસાદ આપ્યો હતો. પ્રસાદ ખાતાની સાથે જ પીડિતા પોતાનું ભાન ભૂલી ગઈ હતી. ત્યારબાદ બે દિવસ પછી તેઓને ભાન આવતા જોયું તો તેણી ખંભાળિયા રેલ્વે સ્ટેશનમાં ઉતર્યા હતા.
પૂછતા પૂછતા તેઓ બજારમાં આવતા બેનને એક ટ્રાફિક પોલીસ કર્મચારી તેણીને ખંભાળિયાના પોલીસ સ્ટેશનમાં મૂકી આવ્યા હતા. વધુમાં પૂછપરછ દરમ્યાન તેણીને એક બાળક હોવાનું અને તેણીના પતિના મોબાઈલ નંબર થોડા યાદ હોવાથી તેની સાથે પણ વાત કરાવી, સરનામું લઈને પતિએ જાણ કરી હતી.
આ મહિલા ગુમ થયા અંગેની જાણ અગાઉ ઈન્દોર પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી હતી. ઈન્દોર પોલીસ સ્ટેશન સાથે સંકલન કરી, મહિલાની વાત કરાવી અને તેણીને આ સમયે આશ્રયની જરૂર હોવાથી તેણીને ખંભાળિયાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવવામાં આવ્યો હતો અને બાદમાં આ મહિલાને તેણીના પરિવારજનો પરત લઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application