ખંભાળિયા: દિવાળીની ખરીદી તો ઓફ લાઈન જ...!:

  • October 21, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહિત કરવા અપીલ કરાઈ: યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ દ્વારા લોકોને અનુરોધ


આગામી સપ્તાહથી દીપોત્સવ પર્વના દિવસો શરૂ થઈ રહ્યા છે અને લોકો અનેકવિધ નવી ચીજ વસ્તુઓ વિગેરેની ખરીદી કરનાર છે. ત્યારે લોકો દ્વારા ઓન લાઈન માધ્યમથી શોપિંગ કરવાના બદલે ઓફ લાઈન ખરીદી કરી અને સ્થાનિક વેપારીઓને ઉત્તેજન આપે તે માટે યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.


છેલ્લા કેટલાક સમયથી લોકો દ્વારા ઓન લાઈન ખરીદી કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે આ પ્રકારે કરવામાં આવતી ખરીદી લાંબા ગાળે સ્થાનિક વેપારીઓ માટે નુકસાનકર્તા તેમજ ચાઈનીઝ કંપની વિગેરે મલ્ટી નેશનલ કંપનીને વધતા નફાથી સરવાળે નુકસાન થતું હોવાની બાબત હવે સામે આવી રહી છે. આટલું જ નહીં, જો લોકો તેમની આજુબાજુના વેપારીઓ તેમજ દુકાનદારો પાસેથી ખરીદી કરશે તો સ્થાનિક રીતે વેપાર ધંધાને ઉત્તેજન તેમજ વેપારીઓને થતા લાભથી અહીંનો પૈસો સ્થાનિક જ લોકોમાં જળવાઈ રહેશે.


જો ઓનલાઇન ખરીદી કરવામાં આવશે તો મલ્ટી નેશનલ કંપની કે વિદેશી કંપનીઓને ફાયદો થશે. હાલ દિવાળીને લગતી રોશની, દીવડા, તોરણ, હાથ બનાવટની ચીજો સહિતની શણગારની વસ્તુઓ તેમજ અન્ય ખરીદી જો સ્થાનિક કક્ષાએથી જ કરવામાં આવશે તો અહીંના લોકોની દિવાળી પણ સુધરશે એવો પ્રતિભાવ વ્યક્ત કરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર દ્વારા સ્થાનિક વેપારીઓ પાસેથી જ લોકો ખરીદી કરવાનું આગ્રહ રાખે તેવી અપીલ કરી હતી.


દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ "વોકલ ફોર લોકલ"ના સૂત્રને અપનાવવા માટે આમ જનતાને જણાવી રહ્યા છે. ત્યારે લોકો દ્વારા કપડા, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ વિગેરેની ખરીદી નજીકના વેપારી પાસેથી જ કરવામાં આવે તે બાબતને ઈચ્છનીય ગણાવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application