ખાંભા ગ્રામપંચાયતના મહિલા સરપંચના પ્રતિનિધિ તરીકે તેમના પિતા બાબાભાઈ ખુમાણ હાલ વહીવટ કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે આ મહિલા સરપંચના પિતા ઉપર ખાંભાના એક યુવક દ્રારા એટ્રોસિટી હેઠળ એફ.આઈ.આર કરાવી હતી જેમાં ફરિયાદી દ્રારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ખાંભા ગ્રામપંચાયતમાં એક આર. ટી. આઈ હેઠળ માહિતી માંગવા અંગે સરપંચના પ્રતિનિધિએ ઢીંકા પાટુનો માર મર્યેા તેમજ તેવોને જ્ઞાતિ વિશે હડધુત કરવામા આવ્યા હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે આજે ખાંભાના દરેક નાના મોટા વેપારીઓ દ્રારા બાબાભાઈ ખુમાણના સમર્થનમાં આવ્યા હતા અને સ્વૈચ્છિક પોતના ધંધા રોજગાર બધં રાખી ખાંભા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આવેદન પત્રમાં માંગ કરવામાં આવી હતી કે આ એટ્રીસીટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જયારે આ ફરિયાદને રદ કરવામાં આવે તેમજ ભોગ બનનાર સરપંચના પ્રતિનિધિને ન્યાય આપવામાં આવે તેવી માંગ એકસાથે કરવામાં આવી હતી
મળતી માહિતી પ્રમાણે ખાંભા ગ્રામ પંચાયતમાં રીનાબેન બાબાભાઈ ખુમાણ હાલ સરપચં છે ત્યારે તેમના પ્રતિનિધિ તરીકે તેમના પિતા બાબાભાઈ ખુમાણ હાલ ગ્રામ પંચાયતનો તમામ વહીવટી કામગીરી કરી રહ્યા છે જયારે ખાંભાનો ગીરીશભાઈ બાબરીયા નામના દલિત યુવક દ્રારા ગત તા.૫૩૨૪ તેમજ ૧૧૩૨૪ના રોજ ખાંભા ગ્રામ પંચાયત પાસે આર. ટિ.આઈ. હેઠળ વિકાસના કામો અંગે ગ્રાન્ટ અંગે વિગત સાથે માહિતી માંગી હતી આ અંગે આર.ટીઆઈની અરજી પાછી ખેંચવા દબાણ કરવામાં આવેલ અને ગાળો આપી ગાલ ઉપ્પર બે થપ્પડ મારી પીઠના ભાગે માર મારવામાં આવેલ અને જ્ઞાતિ વિશે હડધૂત કરવા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલ આ ફરિયાદના પગલે બાબાભાઈ ખુમાણના સમર્થનમાં ખાંભા વેપારી એસોસિયન તેમજ તમામ વેપારીઓ આજે તેમના ધંધા રોજગાર બધં રાખીને ખાંભા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ ખોટી ફરિયાદ કરવામાં આવી હતી તે રદ કરવાની માંગ કરવામાં આવી હતી જયારે બપોર સુધી ગામના તમામ વેપારીઓએ ધંધા રોજગાર બધં રાખ્યા હતા ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી સમય શું થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMબામણબોર ચેકપોસ્ટ પાસે બે ટ્રકમાંથી રૂપિયા ૩૫.૪૨ લાખનો દારૂ ઝડપાયો
February 24, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech