ગઇકાલે સાંજે દ્વારકામાં કલેકટર જી.ટી.પંડયાને વિદાયમાન અપાયું અને નવા કલેકટરે દ્વારકાના વિકાસના કામો કરશે તેવી જાહેરાત કરશે: આજે બપોરે જામનગરમાં કેતન ઠકકરે ચાર્જ સંભાળ્યો
જામનગરની ભુગોળને સારી રીતે જાણનાર તેમજ કલેકટર કચેરી અને કોર્પોરેશનમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા નિષ્ઠાવાન અધિકારી કેતન ઠકકરે આજે બપોરે જામનગરના જિલ્લા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે જયારે ગઇકાલે સાંજે દ્વારકાના પૂર્વ કલેકટર જી.ટી.પંડયાને વિદાયમાન અપાયું હતું અને નવા કલેકટર તરીકે આર.એમ.તન્નાએ ચાર્જ સંભાળીને દેવભુમિ દ્વારકા જિલ્લાના વિકાસને અગ્રતા અપાશે તેવી જાહેરાત કરી હતી.
જામનગરના નવા કલેકટર કેતન ઠકકર અગાઉ જામનગરમાં આરડીસી, અધિક કલેકટર, આરટીઓ અને નાયબ મ્યુ.કમિશ્નરનો હોદો સંભાળીને વિકાસના વિવિધ કામો કયર્િ હતાં, ત્યારબાદ તેઓ રાજકોટમાં નાયબ કમિશ્નર, અધિક કલેકટર તેમજ ગોધરામાં પણ ફરજ બજાવી ચૂકયા છે, આજે તેઓએ તેમના હોદાનો ચાર્જ સંભાળી લીધો છે.
પૂર્વ કલેકટર ભાવીન પંડયા રાજયના રેવન્યુ વિભાગમાં કમિશ્નર તરીકે ચાર્જ સંભાળી લીધો છે જયારે જી.ટી.પંડયા રાજયના શિક્ષણ વિભાગમાં એડી.સેક્રેટરી તરીકે આજે ચાર્જ સંભાળે તેવી શકયતા છે, આમ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં બંને નવા કલેકટરોએ ચાર્જ સંભાળી લીધો છે, ગઇકાલે જાણીતા ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝાના આશીવર્દિ લેવા માટે કલેકટર કેતન ઠકકર અને આર.એમ.તન્ના પોરબંદર ગયા હતાં અને પૂ.ભાઇજીએ આ બંને અધિકારીઓને આર્શીવાદ આપ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech