સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારતી કેશોદ પોકસો કોર્ટ

  • April 07, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુષ્કર્મના કેસમાં કેશોદની સ્પેશિયલ પોકસો કોર્ટે ૩ મહિનાની અંદર આરોપીને ૨૦ વર્ષની કેદની સજા સંભળાવી, ૧૫ લાખ ભોગ બનનારના પરીવારને સહાય ચૂકવવા આદેશ કર્યો છે.
કેસની વિગત મુજબ, કેશોદના મોટી ઘંસારી ગામે આધેડ દ્વારા ૧૬ વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરતા સગીરાને પુત્રી જન્મતાં સગિરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે કેશોદ કોર્ટનો આદેશ થતાં પોલીસ સ્ટેશનનાં પીઆઇ બી. બી. કોળી પીએસઆઇ કે. જે. પટેલ ટૂંકાગાળામાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. સ્પેશ્યલ પોકસો કોર્ટમાં આ કેસ ચાલી જતાં મોટી ઘંસારી ગામે રહેતાં કરસન ઉર્ફે બાબુ દેવરાજભાઈ માલમને તકસીરવાન ઠરાવી સ્પેશ્યલ જજ પોકસો તથા એડિશનલ સેશન્સ જજ મિલન ગિરીશચંદ્ર દવેએ આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ભોગ બનનાર સગીરાના પરીવારને સહાય પેટે ૧૫ લાખ ચૂકવવા આદેશ કર્યો હતો.આ કેસમાં સરકારપક્ષે એપીપી એન. કે. પુરોહિતે દલીલો કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application