દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે (૫ સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. સીએમ કેજરીવાલની અગાઉ ઈડી દ્રારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે કેસમાં જામીન મળ્યા બાદ સીબીઆઈએ જેલમાંથી જ તેમની ધરપકડ કરી હતી.
જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ ઉલ ભુઈયાની સ્પેશિયલ બેંચ સીએમ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરશે. ઇડી કેસમાં કોર્ટે પહેલા જ સીએમને મુકત કરવાનો આદેશ આપી દીધો હતો. હવે સીબીઆઈ કેસમાં તેની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી થશે અને પછી નક્કી થશે કે તેને જામીન મળશે કે નહીં.
લોકોમાં આ બાબતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, કારણ કે દા નીતિ કૌભાંડના આરોપથી દિલ્હીના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કેજરીવાલે તેની ધરપકડને રાજકીય ષડયત્રં ગણાવીને પડકાર્યેા છે અને ન્યાયની માંગણી કરી છે. સ્પેશિયલ બેંચ સમક્ષ સુનાવણી માટે બે અરજીઓ છે, જેમાંથી એક તેમની ધરપકડને પડકારી રહી છે અને બીજી સીબીઆઈ કેસના સંબંધમાં તેમની જામીન અરજી છે. જો કેજરીવાલને જામીન મળે તો દિલ્હીના રાજકારણ પર તેની ઐંડી અસર પડી શકે છે.
કેજરીવાલના સમર્થકોમાં આ બાબતને લઈને ઉત્સુકતા અને ચિંતા બંને છે, કારણ કે તેમના નેતાને મુકત કરવાનો નિર્ણય તેમની સરકારના ભવિષ્યને અસર કરી શકે છે. આગામી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લેશે તેના પર સૌની નજર ટકેલી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ૯ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. કથિત દા કૌભાંડમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. મનીષ સિસોદિયા ૧૭ મહિનાથી તિહાર જેલમાં બધં હતો. કથિત દા કૌભાંડમાં ટ્રાયલ શ કરવામાં વિલંબને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઇડી બંને કેસમાં જામીન આપ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech