દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગઈકાલે મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસ (પીએમએલએ )માં કેજરીવાલને જામીન આપ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની તમામ દલીલોને ફગાવીને સ્પેશિયલ જજ ન્યાય બિંદુએ 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કયર્િ છે. ઇડીના વકીલ ઝોહૈબ હુસૈને જ્યાં સુધી તપાસ એજન્સી તેના કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ ન કરે ત્યાં સુધી ઓર્ડર પર સ્ટે માંગ્યો હતો પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો હતો. આજે ડ્યુટી જજ સમક્ષ જામીનના બોન્ડ રજૂ કયર્િ બાદ કેજરીવાલ જેલમાંથી મુક્ત થશે.
અગાઉ, કેજરીવાલની નિયમિત જામીન અરજી પર બે દિવસની સુનાવણી પછી, કોર્ટે બપોરે તેનો નિર્ણય અનામત રાખ્યો હતો અને સાંજે જારી કરાયેલા નિર્ણયમાં અરજી મંજૂર કરવામાં આવી હતી. કેજરીવાલની 21 માર્ચે ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે તેમને મે મહિનામાં 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા અને તે પૂર્ણ થયા પછી, તેમણે 2 જૂનના રોજ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.
જામીન અરજી પર સુનાવણી દરમિયાન, ઇડીએ દાવો કર્યો હતો કે તેમની પાસે સહ-આરોપી ચેનપ્રીત સિંહે રૂ. 100 કરોડની લાંચની માંગણી અને ગોવાની ચૂંટણી માટે લાંચની રકમનો ઉપયોગ કરવા અને કેજરીવાલની ગોવાની મુલાકાતની વ્યવસ્થા કરવાના નક્કર પુરાવા છે. કેજરીવાલે ફોનનો પાસવર્ડ આપ્યો નથી. કેજરીવાલે આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા અને પૂછ્યું કે શા માટે તેમની અગાઉ ધરપકડ કરવામાં ન આવી. વિજય નાયરનું નિવેદન અને સંદેશ જેના આધારે ઇડી બનાવી રહ્યું છે, તેનો કેજરીવાલ સાથે સીધો સંબંધ નથી. કેજરીવાલે કોઈપણ પુરાવા વિના આ સમગ્ર મામલાને માત્ર રાજકીય મામલો ગણાવ્યો હતો.
આ પહેલા બુધવારે સુનાવણી દરમિયાન ઇડીએ દાવોકર્યો હતો કે અરવિંદ કેજરીવાલે દારૂની નીતિ માટે 100 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. સુનાવણી દરમિયાન કેજરીવાલ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થયા હતા.
કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતા, તપાસ એજન્સીએ પણ સ્પષ્ટતા કરી હતી કે લાંચના આરોપો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરવામાં આવ્યા હતા. ઇડીએ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલે આપ પાર્ટી માટે સાઉથ ગ્રૂપ પાસેથી લાંચની માંગણી કરી હતી. જો આ કેસમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવામાં આવશે તો પાર્ટીના પ્રભારી વ્યક્તિને દોષિત ગણવામાં આવશે. ઇડીએ કોર્ટને કહ્યું કે જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીનું નામ આરોપી તરીકે ન હતું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે એક્સાઇઝ પોલિસી પર કેજરીવાલની જામીન અરજીનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે તે હવામાં તપાસ કરી રહ્યું છે તેવું નથી. અમારી પાસે નક્કર પુરાવા છે. તેમની પાસે નોટોના ફોટોગ્રાફ્સ છે, જે લાંચ તરીકે આપવામાં આવેલા પૈસાનો ભાગ હતો. આ સિવાય ગોવાની સેવન સ્ટાર હોટલમાં કેજરીવાલનું રોકાણ લાંચના પૈસાથી કરવામાં આવ્યું હતું. સાથે જ કેજરીવાલે પોતાને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે ઇડી સ્વતંત્ર એજન્સી નથી પરંતુ કેટલાક રાજકીય આકાઓના હાથમાં રમી રહી છે. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
ટાઇમલાઈન
નવેમ્બર 2021: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે નવી દારૂ નીતિ લાગુ કરી
જુલાઈ 8, 2022: દિલ્હીના મુખ્ય સચિવને દારૂની નીતિમાં નિયમોનું ઉલ્લંઘન જણાયું
22 જુલાઈ, 2022: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે કેસની સીબીઆઈ તપાસની ભલામણ કરી
19 ઓગસ્ટ, 2022: સીબીઆઈ એ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર દરોડા પાડ્યા
22 ઓગસ્ટ, 2022: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો
સપ્ટેમ્બર 2022: સીબીઆઈ એ આમ આદમી પાર્ટીના કોમ્યુનિકેશન હેડ વિજય નાયરની ધરપકડ કરી
માર્ચ 2023: સીબીઆઈ એ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની ધરપકડ કરી
ઓક્ટોબર 2023: ઇડી એ આપ નેતા સંજય સિંહની ધરપકડ કરી
16 માર્ચ, 2024: બીઆરએસ નેતા કે. ઇડીએ કવિતાની ધરપકડ કરી
21 માર્ચ, 2024: ઇડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી
10 મે, 2024: લોકસભા ચૂંટણી માટે વચગાળાના જામીન
જૂન 02, 2024: તિહાર જેલમાં આત્મસમર્પણ
20 જૂન, 2024: રૂ. 1 લાખના બોન્ડ પર જામીન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech