દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રીએ ઇડી દ્રારા પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી જેમાં વચગાળાના જામીન આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કેજરીવાલને ૧ જૂન સુધીના જામીન આપવામાં આવ્યા છે.કપિલ સિબાલે અને કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી હતી. ઇડીની દલીલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પ્રચાર મૌલિક અધિકાર હેઠળ આવતો નથી તેવી ઇડીની દલીલ સાચી છે. પણ હા, કાયદા મુજબ જો કોઈને સજા થઈ હોય અને અમે તેના પર સ્ટે આપીશું તો તે ચૂંટણી પ્રચારમાં જોડાઈ શકે છે.
નોંધનીય છે કે સુનાવણીના એક દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ વચગાળાના જામીનનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. ઇડી અને કેજરીવાલના વકીલ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં લાંબી દલીલો ચાલી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો અને ૧૦મી મેના રોજ સુનાવણી નક્કી કરી હતી, આજે આખરે તેણે પોતાનો ચુકાદો આપ્યો હતો.
આમ આદમી પાર્ટી ભારત સરકાર પર કેજરીવાલના વચગાળાના જામીન સામે ઇડી દ્રારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા અંગે બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યા હતા. મંત્રી સૌરભ ભારદ્રાજે કહ્યું કે, ભારત સરકાર બેવડા ધોરણો અપનાવી રહી છે. તમે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર રોક લગાવી રહ્યા છો, પરંતુ કોલસા કૌભાંડ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેની સજા પર રોક લગાવી દીધી છે. એવું કહી શકાય કે ઇડી ભાજપ માટે કામ કરી રહી છે.
અરવિંદ કેજરીવાલે આને પડકારતા કહ્યું હતું કે ધરપકડનો સમય ખોટો છે. ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે જો તમે વારંવાર સમન્સ મોકલવા છતાં હાજર ન થાવ તો ઈડી પાસે આ છેલ્લો વિકલ્પ હતો. એમ કહીને કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી.આ કેસમાં ઇડીએ અત્યાર સુધીમાં કેજરીવાલના પક્ષના સહયોગી અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, આપના રાયસભા સાંસદ સંજય સિંહ સહિત ૧૮ લોકોની ધરપકડ કરી છે. સંજય સિંહને થોડા સમય પહેલા જામીન મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂરપાટ ઝડપે વાહન ચલાવવાનો મતલબ બેદરકારી નહી: દિલ્હી હાઈકોર્ટ
April 04, 2025 03:16 PMડો. તેજસ દોશીને ધ પર્સન ઓફ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ
April 04, 2025 03:16 PMમહાપાલિકાની લીગલ બ્રાન્ચમાં ૧૯ વર્ષે અચાનક મોટો ફેરફાર કરતા કમિશનર
April 04, 2025 03:14 PMવૃક્ષો કાપવા માટે કઈ મજબૂરી હતી,જેલમાં મોકલી દઈશું: તેલંગાણાના મુખ્ય સચિવને સુપ્રીમ ફટકાર
April 04, 2025 03:12 PM15000ની લાંચના ગુનામાં બજરંગવાડી ચોકીના કોન્સ્ટેબલને એક વર્ષની જેલ સજા
April 04, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech