કતારે હાલમાં જ અમેરિકાની વિનંતીને પગલે હમાસના નેતાઓને દેશ છોડવા માટે કહી દીધું છે. હમાસના ઘણા મોટા નેતાઓ કતારની રાજધાની દોહામાં રહે છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ યુએસ પ્રમુખ જો બિડેન માટે ટોચની પ્રાથમિકતા છે. આ સંદર્ભમાં, અમેરિકન અધિકારીઓએ લગભગ બે અઠવાડિયા પહેલા તેમના કતારી સમકક્ષોને જાણ કરી હતી કે તેઓએ હમાસને તેમની રાજધાનીમાં આશ્રય આપવાનું બધં કરવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કતાર હવે આ માટે સહમત થઈ ગયું છે. તેણે લગભગ એક અઠવાડિયા પહેલા હમાસને દેશ છોડવાકહી દીધું હતું.
સીએનએનના અહેવાલ અનુસાર, વહીવટીતંત્રના વરિ અધિકારીએ કહ્યું કે, હમાસ એક આતંકવાદી જૂથ છે, જેણે અમેરિકન નાગરિકોની હત્યા કરી છે અને તેમને બંધક બનાવ્યા છે. આ સિવાય તેણે બંધકોને છોડવાના પ્રસ્તાવને પણ વારંવાર નકારી કાઢો છે.
ઇઝરાયેલ સાથેના યુદ્ધ અને બંધકોને પરત કરવા અંગેની વાટાઘાટો દરમિયાન, યુએસ અધિકારીઓએ કતારને હમાસ સાથેની વાટાઘાટોમાં હાંકી કાઢવાની ધમકીનો ઉપયોગ કરવા હાકલ કરી છે. તાજેતરમાં, અમેરિકાએ આ વાત અમેરિકન–ઇઝરાયલી બંધક હર્ષ ગોલ્ડબર્ગ–પોલીનના મૃત્યુ અને હમાસ દ્રારા યુદ્ધવિરામના અન્ય પ્રસ્તાવને નકાર્યા બાદ કહી હતી. હમાસના નેતાઓને કતારમાંથી કયારે દેશનિકાલ કરવામાં આવશે અને તેઓ કયાં જશે તે સ્પષ્ટ્ર નથી. અમેરિકાના એક અધિકારીએ સીએનએનને જણાવ્યું કે હમાસને દેશ છોડવા માટે વધુ સમય આપવામાં આવ્યો નથી. એવું માનવામાં આવે છે કે તે તુર્કી જઈ શકે છે. નોંધનીય છે કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ અગાઉ કતારને હમાસના નેતાઓને ચેતવણી આપવા કહ્યું હતું કે જો તે ગાઝામાં યુદ્ધ રોકવા માટે સહમત નહીં થાય તો તેને દોહામાંથી બહાર કાઢી મુકવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech