કેટરિના કૈફની મમ્મીએ નિતુ કપૂરને આપ્યો મજેદાર જવાબ

  • April 12, 2023 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • નિતુ કપૂરે કેટનું નામ લિધા વિના તેના પર નિશાન સાધ્યું હતુ
  • કેટની મમ્મીના પોસ્ટ બાદ યુઝર્સે લખ્યું- આ છે મમ્મીઓનો જંગ


 દાદા રાજ કપૂર અને પિતા રિશી કપૂરની જેમ પુત્ર રણબીર કપૂર પણ રંગીલા સ્વભાવનો છે. તેનું નામ પણ અને અભિનેત્રીઓ સાથે જોડાયું. જેમાં દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ મુખ્ય છે. દીપિકા વિશે તો કહેવાયું હતું કે તે આ રિલેશનને કારણે જ ડિપ્રેશનમાં સરી પડી હતી. પરંતુ હવે રણબીરના મા નિતુ કપૂરે કેટરિના કૈફનું નામ લીધા વિના રણબીર સાથેના રિલેશન અંગે વાત કાઢતા કેટની મમ્મી ગિન્નાયા છે. જે મોટે ભઆગે લાઇમ લાઇટથી દૂર રહે છે. પરંતુ પુત્રી પર આંચ આવતા તેઓ ભડક્યાં છે.


રણબીર કપૂર અને કેટરીના કૈફ એક સમયે એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા પરંતુ અચાનક તેમનું બ્રેકઅપ થઈ ગયું. બીજી તરફ, હવે જ્યારે બંને પોતાના જીવનમાં આગળ વધીને લગ્ન કરી ચુક્યા છે, ત્યારે નીતુ કપૂરની એક પોસ્ટને કારણે આ તૂટેલા સંબંધો ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે.


સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટને કેટરિના-રણબીરના રિલેશન સાથે જોડીને જોવા લાગ્યા. તે જ સમયે, આ પછી મામલો વધી ગયો જ્યારે કેટરીનાની મા સુઝેને પણ એક ક્રિપ્ટિક પોસ્ટ કરી. ત્યારે લોકોએ એલાન કર્યું કે આ 'મમ્મીઓનો જંગ' છે.


 નિતુ કપૂરે થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં મેસેજ હતો...



 જો તે તમને 7 વર્ષથી ડેટ કરે છે, તો તેનો અર્થ એ નથી કે તે તમારી સાથે લગ્ન કરશે. મારા કાકાએ 6 વર્ષ સુધી મેડિકલનો અભ્યાસ કર્યો પણ હવે તેઓ ડીજે છે. તે એક વાઇરલ મીમ હતું જે નીતુ કપૂરે પોસ્ટ કર્યુ હતુ, પછી તો લોકોએ તેને કેટરિના કૈફ સાથે જોડવાનું શરૂ કર્યું. 
 
 એક યુઝરે લખ્યું- 'આટલા વર્ષો પછી કેટરિનાને મેસેજ કેમ મોકલી રહ્યા છો?' અન્ય એકે લખ્યું, 'એ સાબિત થઈ ગયું છે કે નીતુ કપૂર કેટરિનાથી ઓબ્સેસ્ડ હતાં'.


હવે કેટરીનાની માતાએ પણ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. તેમણે રેડિટ પર લખેલી તસવીર શેર કરી છે. જેમાં લખ્યું છે- 'મને એવો ઉછેર મળ્યો છે કે હું એક સફાઈ કામદાર સાથે એ જ રીતે વર્તું છું જે રીતે હું સીઈઓ સાથે વર્તુ છું'. આ મેસેજને ફરીથી શેર કરતાં કેટરીનાએ પણ લખ્યું- 'બેસ્ટ ટાઇમિંગ'. જ્યારે યુઝર્સે આ પોસ્ટને લઇ મેસેજ લખ્યો મમ્મીઓનો જંગ.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application