કટારીયાનો સેલ્સ ટીમ લીડર ગ્રાહકોના રૂપિયા 3.87 લાખ ઓહિયાં કરી ગયો

  • April 24, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કટારીયાના શો રૂમમાં સેલ્સ ટીમ લીડર તરીકે કામ કરનાર શખસે ત્રણ ગ્રાહકો પાસેથી કાર બુકિંગ અને ડાઉન પેમેન્ટના રૂપિયા 4.42 લાખ લઈ લીધા બાદ તેમને માત્ર રૂ.55,000 ની પાવતી આપી બાકીના રૂપિયા 3.87 લાખ ઓહ્યા કરી ગયો હતો. જે અંગેની જાણ કંપનીને થયા બાદ આ અંગે સેલ્સ ટિમ લીડર વિરુદ્ધ છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે.


ગોંડલ રોડ પર મહંમદ સોસાયટીમાં રહેતા અને કાલાવડ રોડ પર આવેલા કટારીયા ઓટો મોબાઇલ્સ પ્રા.લી. ના શોરૂમમાં છેલ્લા આઠ વર્ષથી જનરલ મેનેજર તરીકે નોકરી કરનાર અનવરભાઈ ફારૂકભાઈ મીનીવાડીયા (ઉ.વ 38) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં શોરૂમમાં સેલ્સ ટીમ લીડર તરીકે નોકરી કરનાર જય અશોકભાઈ ડોડીયા (રહે. મોરબી રોડ, અતિથિ દેવો ભવ હોટલ પાસે, રાજકોટ) નું નામ આપ્યું છે.


અનવરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સેલ્સ ટીમ લીડર કામ કંપનીની ગાડીઓનું વેચાણ કરવાની તેમજ કસ્ટમર લાવી ગાડીઓ વિશે સમજાવીને બુકિંગ ડીલેવરી સુધીની તમામ પ્રોસેસ તેઓને કરવાની હોય છે. ગત તા. 6/4/2025 નું કંપનીના શો રૂમના આર્ટિગા કારના કસ્ટમર દર્શનભાઈ દિલીપભાઈ જોગડીયા (રહે. વડ વાજડી) ને ફોન કરતા તેણે જણાવ્યું હતું કે,તા.18/3/ 2025 ના રોજ તે નવી ગાડી ખરીદી કરવા માટે શો રૂમે આવ્યા હતા અને જય ડોડીયા આર્ટિગા ગાડી વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. બાદમાં તેમણે આર્ટિગાનું બુકિંગ કરી બુકિંગ પેટે રૂ.45,000 રોકડા આપ્યા હતા. સાંજનો સમય હોય શો રૂમમાં કેસર જતા રહ્યા હોય તેવું કહેતા આ પૈસા જે ડોડીયાને આપ્યા હતા અને તેની પાવતી બીજા દિવસે આપવાનું તેણે કહ્યું હતું.બાદમાં તા. 25/3 ના ફરી અહીં શરૂ મેં આવી ડાઉન પેમેન્ટના 1.47 લાખ જઈને આપ્યા હતા ત્યારે બપોરનો સમય હોય જેથી જય એ કહ્યું હતું કે કેશિયર લંચ માટે ગયા છે. હું પાવતી તમને વોટ્સએપ કરી આપીશ.


આ જ પ્રકારે આર્ટિગાનું બુકિંગ કરાવનાર રાહુલ બાબુભાઈ ભેસાણીયા (રહે. કોઠારીયા આદર્શ શિવાલય) ને ફોન કરતા તેમણે કહ્યું હતું કે, તા. 22/3 ના તે અહીં આવ્યા હતા અને જય ડોડીયા ગાડી વિશેની માહિતી આપ્યા બાદ બુકિંગ પેટે રૂ.50,000 આપ્યા હતા જેની પાવતી આપી હતી પરંતુ તા. 29/3 ના જય ફોન કરી કહ્યું હતું કે ગાડી કંપનીમાંથી નીકળી ગઈ છે ત્રણથી ચાર દિવસમાં તમને ડીલેવરી મળશે તમારે ડાઉન પેમેન્ટ 1.49 લાખ ભરવાના બાકી છે તે ભરપાઈ કરી આપો. હું પેમેન્ટ કલેક્ટ કરવા માટે આવું છું.તેમ કહી તેમના કારખાને પહોંચી જઇ રૂપિયા 1.49 લાખ રોકડા લીધેલ હતા જ્યારે અન્ય એક કસ્ટમર ચેતન ધીરૂભાઈ વોરા (રહે. મટુકી રેસ્ટોરન્ટ) એ કંપનીમાંથી બ્રેઝા કાર ખરીદી હોય જે માટે તારીખ 4/4/ 2025 ના જઈને બુકિંગ પેટે રૂ.51,000 આપ્યા હતા જેના બદલામાં તેણે જયએ માત્ર 5000 જમા કરાવ્યા હતા અને તેની પાવતી ચેતનભાઇને આપી હતી અને બાકીના 46,000 પોતાની પાસે રાખ્યા હતા તેવું ચેતનભાઇએ જણાવ્યું હતું.


જેથી આ જય પર શંકા જતા હાયર ઓથોરિટીની જાણ કર્યા બાદ જયને પેમેન્ટ બાબતે પૂછતાં તેણે ત્રણેય કસ્ટમર પાસેથી કુલ રૂપિયા 4.42 લાખનું પેમેન્ટ લઈ લીધું હોય જેમાંથી 55,000 ની પાવતી કસ્ટમરને આપી હતી અને બાકી નીકળતા 3.87 લાખ તેણે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હોવાનું કહ્યું હતું. આ પૈસા ભરપાઈ કરવાનું કહેતા તેણે આજદિન સુધી આ પૈસા કંપનીમાં જમા કરાવ્યા ન હોય જેથી તેના વિરુદ્ધ છેતરપિંડી-વિશ્વાસઘાત અંગેની આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application