જામનગર જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બુલન્સે છેલ્લા ૭ વર્ષમાં ૨૬,૩૧૫ પશુઓની સારવાર કરી નવજીવન આપ્યું
શહેરમાં કોઈપણ સ્થળે ઈજાગ્રસ્ત કે બીમાર હાલતમાં પશુ-પક્ષી જોવા મળે તો તુરંત જ ૧૯૬૨ હેલ્પ લાઈનનો સંપર્ક કરી અબોલ જીવોને મદદરૂપ થઈ શકાય છે
જામનગર જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બુલન્સે સાત વર્ષ પૂર્ણ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગત તા.૬ ઓક્ટોબર ૨૦૧૭ થી શરૂ કરવામાં આવેલ કરૂણા એનિમલ એમ્બુલન્સ સેવા અનેક અબોલ પશુ પક્ષીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી આ અબોલ જીવો માટે દેવદૂત સમાન સાબીત થઈ છે. EMRI GHS અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવાએ 6 ઓક્ટોબરથી આજ દિન સુધીમાં ૨૬,૩૧૫ મૂંગા પશુઓને સારવાર આપી નવજીવન આપ્યું છે.
પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરમાં બિનવારસી પશુઓની સારવાર માટે ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બુલન્સ સેવા કાર્યરત છે.જે જામનગર શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
છેલ્લા બે વર્ષમાં જ કરૂણા એનિમલ એમ્બુલન્સ દ્વારા ૭,૬૦૩ શ્વાન, ૨,૦૨૫ ગાય, ૮૩૩ બિલાડી, ૨૭૩ કબૂતર, સહીત સુરખાબ, અજગર, ચકલી, પોપટ, બકરી, કાગડા, સસલા, ઉંટ, બાજ વગેરે મળી કુલ-૧૦,૮૧૯ પશુ-પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરાઈ છે.
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના તાલીમબદ્ધ કર્મચારીઓ તમામ દવાઓ તેમજ અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ છે. જેમાં એક વેટર્નરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે.બિન વારસુ પશુ-પક્ષી ઘાયલ હોય તો 1962 હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા આ સેવાનો લાભ મેળવી શકાય છે. જેમાં જરૂર જણાયે તાત્કાલિક સ્થળ પર જ નાના મોટા તેમજ જટીલ ઓપરેશન પણ કરવામાં આવે છે.
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર ડો.સોયબ ખાન તથા 1962 એમ્બુલન્સમાં ફરજ બજાવતા ડો.દીપક જયસ્વાલ દ્વારા નગરના કોઈપણ વિસ્તારમાં રખડતા કૂતરા, બિલાડી, કબૂતર કે કોઈ પણ પશુ-પક્ષી ઈજાગ્રસ્ત કે બીમાર હાલતમાં જોવા મળે તો તુરંત જ ૧૯૬૨ હેલ્પ લાઈન નંબર પર ફોન કરી સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech