ઘણા સમયથી શાહરૂખની ફિલ્મ પઠાણનો ઘણો વિવાદ થઇ રહ્યો છે. આ બધા પઠાણના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ એક જૂથ એવું પણ છે જે કટ્ટરતાથી આ ફિલ્મનો વિરોધ કરી રહ્યું છે. થોડા સમય પહેલા અમદાવાદ આલ્ફા વન મોલ ખાતે પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અહ્તો અને વિરોધમાં પઠાણ ફિલ્મના પોસ્ટરો પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે એક આવોજ મામલો સામે આવ્યો છે. જસન્ની શાહ નામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પઠાણ ફિલ્મની રિલીઝને લઈને ધમકી આપતો એક વિડીયો અપલોડ કર્યો હતો. ધમકી આપનાર વ્યક્તિ પર હવે પોલીસ એક્શનમાં આવી છે. અને હાલ આ વ્યક્તિ વિરુદ્ધ સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધાઇ છે.
#Gujarat #Ahmedabad cybercrime branch said that it has arrested a person who threatened not to release of #Pathan film, accused Sunny Shah had uploaded a video on social media threatening not to release of #Pathan film, @NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/WotoTFCLlH
— Dilip Singh Kshatriya (@Kshatriyadilip) January 20, 2023
હિન્દુ રક્ત પરિષદ રાષ્ટ્રિય અધ્યક્ષ અને કરણી સેના કરણી સેના પૂર્વ રાષ્ટ્રીય પ્રચારક સન્ની શાહ ઉર્ફ તાઉજી દ્વારા ગુજરાતનાં તમામ થિયેટર માલિકોને ધમકી આપવામાં આવી છે. આ ધમકીનો વિડીયો શોશ્યલ મીદ્ય પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં કહ્યું હતું છે કે' હું ગુજરાત રાજ્યના તમામ થિયેટર માલિકોને કહેવા માંગુ છું કે જો પઠાણ ફિલ્મ તમે તમારા થિયેટરમાં રીલીઝ કરી કે તેનું પોસ્ટર પણ દેખાયું તો તમારા થિયેટરની અંદર તોડ-ફોડ થાય, બેનરો તૂટે, ખુરશીઓ તૂટે કે તમારું થિયેટર સળગે. તેની જવાબદારી તમારી રહેશે. કારણ કે આ ફિલ્મની અંદર હિંદુધર્મની લાગણી દુભાઈ એવો વ્યાપાર કરવામાં આવ્યો છે અને આવો કોઈ પણ પ્રકારનો વ્યાપાર અમે નહીં ચલાવી લઈએ. તમારા નાટકોને બંધ કરાવવા માટે અમારે પણ નાટકો કરવા પડશે અને જો અમે નાટકો પર ઉતરી આવ્યા તો અમને લોકો 'ભગવા આતંકવાદી' કહેવામાં આવશે. 'ભગવા આતંકવાદી' આ શબ્દ અમને મંજૂર છે કારણ કે આ નાટકો બંધ કરાવવા જરૂરી છે. ફરી એક વખત કહું છું કે એક જ વખત નિવેદન કરીશ એ પછી આલોચના થશે અને પછી જે થિયેટરની હાલત થશે તેને જવાબદારી અમારી નહીં રહે. ' હાલ આ સમગ્ર મામલે પોલીસે ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ વાતાવરણ ડહોળવાના પ્રયાસને લઈને ફરિયાદ નોંધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech