શહેરની જામનગર રોડ પર ઘંટેશ્વર ખાતે આજથી અદાલતોનું નવા બિલ્ડિંગમાં સ્થળાંતર સંદર્ભે વકીલો દ્રારા જુના કોર્ટ બિલ્ડિંગના કર્મભુમી ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સિનિયર જુનિયર વકીલો ઉપસ્થિતિમાં ગાયત્રી યજ્ઞ અને સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યા હતા.
વધુ વિગત મુજબ રાજકોટ શહેરની ૪૦ જેટલી અદાલતો વર્ષેાથી સિવિલ હોસ્પિટલ ચોકની બાજુમાં અલગ અલગ પાંચ જેટલા બિલ્ડિંગમાં કોર્ટ આવેલી હતી. વાહન પાકગ સહિતના પ્રશ્નોને ધ્યાનમાં લઈને જામનગર રોડ ઉપર અધતન સુવિધાવાળું નવા બિલ્ડિંગનું આજે લોકાર્પણ થનાર છે. કર્મભુમી ણ સ્વીકાર કાર્યક્રમ ગત સાંજે જૂની કોર્ટમાં સંગીત જલસો યોજાયો હતો જેમાં ૧૦૦૦થી વધુ વકીલો ઉમટા હતા.રાયના કાયદા પ્રધાન ઋષિકેશભાઈ પટેલ અને ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે વકીલો સાથેના પોતાના સંબંધો અને પોતાના અનુભવોનો ઉલ્લેખ કરી ભાજપના લીગલસેલ ના કોઈપણ પ્રકારના પ્રશ્નોમાં સહકારની ખાતરી આપેલ હતી. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલે રાજકોટની અદાલતોના જુના બિલ્ડિંગ ખાતે વિશાળ સંખ્યામાં વકીલોની ઉપસ્થિતિનો ખાસ ઉલ્લેખ કરી ભાજપના લીગલ સેલના હોદ્દેદારોને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટ એ સૌરાષ્ટ્ર્રનું રાજકીય, ઔધોગિક, સામાજીક અને ભૌગોલિક મહત્વનું શહેર હોવાથી આગામી ૨૦ વર્ષને ધ્યાનમાં રાખીને ૫૨ અદાલતોનો સમાવેશ થઇ શકે તેવું વિશાળ જમીન અને અધતન સુવિધાઓ સાથેનું ભવ્ય બિલ્ડિંગનું લોકાર્પણ છે અને રાજકોટના કોર્ટના અને વકીલોના કોઈપણ પ્રકારના પ્રશ્નો પરત્વે સરકાર હંમેશા હકારાત્મક દ્રષ્ટ્રિએ કાર્યરત રહેશે તેવી ખાત્રી આપેલ હતી. અને આવતીકાલે વિશાળ સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહે તે માટે નિમંત્રણ પાઠવ્યું હતું. મહિલા એડવોકેટ રજનીબા રાણા, ચેતનાબેન કાછડીયા સહિત મહિલા એડવોકેટ દ્રારા જુના કોર્ટ બિલ્ડીંગ ખાતેની ભુમિની માટી કળશમાં એકત્રિત કરી જામનગર રોડ ઉપરના નવા બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં બાર એસોસિએશનના મ માટે શિલાન્યાસ થનાર છે. જુના બિલ્ડિંગ ખાતે ગાયત્રી પરીવાર દ્રારા સિનિયર ધારાશાક્રી કમલેશભાઈ શાહ અને તેમના પત્ની જાગૃતિબેન શાહના યજમાનપદે ગાયત્રી યજ્ઞ પવિત્ર વાતાવરણમાં સંપન્ન થયેલ હતો. આ ગરીમાપૂર્ણ કાર્યક્રમમાં ધારાશાક્રી જે.એમ. શાહ, બી.બી. ગોગિયા; તુલસીદાસ ગોંડલિયા; લલિતસિંહ શાહી; મહર્ષિભાઈ પંડા; જયદેવભાઇ શુકલ ;પ્રવિણભાઇ કોટેચા; અનિલભાઇ દેસાઈ ; જયપ્રકાશભાઈ ત્રિવેદી;અજયભાઈ જોષી; નલીનભાઈ પટેલ; ગીરીશભાઈ ભટ્ટ; અર્જુનભાઈ પટેલ; દિલેશભાઇ શાહ; પીયૂષ શાહ કમલેશભાઈ શાહ ; સંજયભાઈ વ્યાસ; મહેશભાઈ ત્રિવેદી; ભગીરથભાઈ ડોડીયા; પી. સી. વ્યાસ; સુરેશભાઈ ફળદુ , કિશોરભાઈ સખીયા સહિત વિશાળ સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી ના પૂર્વ કુલપતિ પ્રો. કમલેશભાઈ જોશીપુરા, ભાવનાબેન જોશીપુરા અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી ના પૂર્વ નાયબ કુલસચિવ ડો. કિરીટ પાઠક ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech