જોરદાર એનર્જી અને અદા સાથે કરિશ્મા અને માધુરીએ કરેલા પરફોર્મન્સ પર ફેન્સ આફરીન
90ના દશકની ટોપ એક્ટ્રેસ કરિશ્મા અને માધુરી આજે પણ લાખો લોકોના દિલમાં રાજ કરે છે. જો કે હાલમાં આ બન્ને એક્ટ્રેસે સાથે ડાન્સ કરીને ઇન્ટરનેટ ડોલાવી દીધું છે. આ વીડિયો જોઇને તમને પણ દિલ તો પાગલ હૈની નિશા અને પૂજાની યાદ આવી જશે
કરિશ્મા અને માધુરી દીક્ષિત બન્ને 90ના દશકની એક્ટ્રેસ છે. હુસ્ન અને ડાન્સ જાદુથી લોકોને ડોલાવનાર આ બન્ને એક્ટ્રેસ આજે પણ લાખો લોકોના દિલમાં રાજ કરે છે. આ બન્ને એક સારા ડાન્સર પણ છે. બન્ને ડાન્સર જ્યારે સાથે ડાન્સ કરે અને ફેન્સ ફિદા ના થાય એવું કેવી રીતે બને. જો કે આવી જ એક વાત છે. કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિત ડાન્સ દીવાનામાં પહોંચ્યા હતા. આ દરમિયાન બન્નેએ દિલ તો પાગલ હૈ ફિલ્મના ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો.
કરિશ્મા-માધુરીએ સાથે કર્યો ડાન્સ
પોપ્યુલર શો ડાન્સ દીવાનાનો એક નવો પ્રોમો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કરિશ્મા અને માધુરીનો ડાન્સ ઓફ એનવી જોવા મળ્યો. કરિશ્મા અને માધુરીએ દિલ તો પાગલ હૈ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતુ. જો કે એક્ટ્રેસના ડાન્સનો વીડિયો ફરી ચર્ચામાં આવ્યો છે.
વર્ષો પછી સાથે જોવા મળ્યા
આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે માધુરી અને કરિશ્મા જબરજસ્ત ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન બન્નેનો અંદાજ જોરદાર જોવા મળી રહ્યો છે. વર્ષો પછી બન્ને એક્ટ્રેસની એનર્જી જોવાલાયક છે. યશ ચોપરાની બ્લોકબસ્ટર મુવીથી આ આઇકોનિક ડાન્સ ફેસ ઓફ જોઇને લોકોનું એક્સાઇટમેન્ટ વધી ગયુ છે. માધુરી અને કરિશ્માનો આ ડાન્સ વીડિયો સુનીલ શેટ્ટી પણ જોતો રહી ગયો. જો કે આ વીડિયો જોઇને ફેન્સ જાતજાતના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝર્સે આ વીડિયો જોઇને કોમેન્ટ કરતા લખ્યુ છે કે એવું લાગી રહ્યું છે કે આ કાલની વાત છે.
માધુરી દીક્ષિતના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ એક ડાન્સ રિયાલિટી શોમાં નજરે પડી હતી. આ સિવાય એક્ટ્રેસ છેલ્લે વેબ સિરીઝ મજામાં જોવા મળી હતી જે 2022માં અમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઇ હતી. આમ, વાત કરવામાં આવે તો માધુરી દીક્ષિતનો ફેન વર્ગ બહુ મોટો છે. માધુરી ફેન્સ માટે તસવીરો અને વિડીયો શેર કરતી રહેતી હોય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMકામે લાગી જાવ, ફિલ્ડમાં રહો, લોકો સુધી જાવ, કરેલા કામ બતાવો: કોર્પોરેટરોને સીએમની શીખ
June 07, 2025 03:07 PMરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMસીએમએ કોર્પોરેટરોને કહ્યું આધ્યાત્મિક પ્રશ્નો હોય તો પણ પૂછજો, હું તેનો જવાબ આપીશ
June 07, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech