કરેડા ગામે અંદાજિત ‚ા. ૨.૪૬ લાખની દબાણયુકત જમીન ખુલ્લી કરાઈ

  • July 30, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકોના પ્રશ્નો-ફરિયાદો કે રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સનિક કક્ષાએ ઉકેલ મળી શકે તે હેતુસર જિલ્લ ા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસને કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે તા.૨૫ના રોજ જિલ્લ ા કક્ષાનો સ્વાગત (ફરિયાદ નિવારણ) કાર્યક્રમ યોજાયો હતો.


જિલ્લ ા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરેડા ગામના અરજદાર માલાભાઈ ઉકાભાઈ વાઢેળની કરેલ અરજીની વિગતો અનુસાર કરેડા ગામ મુકામે મફત પ્લોટ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર આવેલ બિનઅધિકૃત ઓટાઓ, દિવાલ, શૌચાલય-બારૂમ તેમજ મકાનની સીડી જેવા બાંધકામ કરી દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવ્યાં હતાં. આ જિલ્લ ા સ્વાગત ફરિયાદ નિવારણની બેઠકમાં કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લ ા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની સૂચના અન્વયે તા નાયબ જિલ્લ ા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત કરેડા સરપંચ, તલાટી કમ મંત્રી કરેડા, તાલુકા વિકાસ અધિકારી કોડીનાર તા તેમની ટીમ દ્વારા કુલ ૪૯૨ ચો.મી. તા અંદાજિત ‚ા.૨.૪૬ લાખની કિંમતનું બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application