ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ આવતીકાલે 20મી ફેબ્રુઆરીએ ચોથી વખત ગુજરાતનું અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. બજેટ સત્રની બેઠકનો પ્રારંભ બપોરે 12 વાગ્યે થશે, જેમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે.
વિધાનસભાના બજેટ સત્રમાં આવતીકાલે પ્રશ્નોત્તરી કાળથી બેઠકનો પ્રારંભ થશે. જેમાં મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ સહિતના વિભાગોના પ્રશ્નોની ચર્ચા હાથ ધરાશે. આ ઉપરાંત રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, વાહનવ્યવહાર સહિતના વિભાગોના પ્રશ્નોને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.
પ્રશ્નોત્તરી કાળ બાદ વિવિધ વિભાગોના કાગળ મેજ પર મુકાશે તેમજ અનુમતિ મળેલા વિધેયકો પણ મેજ પર મુકવામાં આવશે. વર્ષ 2024-2025ના ખર્ચના પૂરક પત્રક રજૂ થશે. નાણાં મંત્રી કનુ દેસાઈ અંદાજપત્ર રજૂ કરશે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-2026 નું અંદાજપત્ર રજૂ કરશે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ચોથી વખત બજેટ રજૂ કરશે.
બજેટમાં શું હશે ખાસ?
ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ આવતીકાલે ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં સરકાર દ્વારા કયા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે તે જોવાનું રહેશે. ખેડૂતો, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ માટે શું જાહેરાતો કરવામાં આવશે તે પણ મહત્વનું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટેમ્પોએ મોટરસાયકલને ઠોકર મારતા જામનગરના બે યુવાનના મૃત્યુ
May 14, 2025 01:16 PMજામનગર-મુંબઇ ફલાઇટ સતત બીજા દિવસે પણ રદ્દ, મુસાફરો હેરાન-પરેશાન
May 14, 2025 01:09 PMજામનગર-મુંબઇ ફલાઇટ સતત બીજા દિવસે પણ રદ્દ, મુસાફરો હેરાન-પરેશાન
May 14, 2025 01:08 PMખંભાળિયાના બજાણા ગામે વિજ ટાવર ધરાશાયી થતા ૩ શ્રમિકના મોત
May 14, 2025 12:52 PMમુંગણી ગામમાં આધેડ ઉપર જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો
May 14, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech