કંતારાના ફેમ એક્ટર રિષભ શેટ્ટીને મળ્યો 'મોસ્ટ પ્રોમિસિંગ' એક્ટરનો એવોર્ડ, આ દિવસે મળશે સમ્માન

  • February 16, 2023 04:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


@aajkaalteam 
કન્નડ અભિનેતા ઋષભ શેટ્ટીએ ગયા વર્ષે તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'કંતારા'થી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવી હતી. હવે તેની સિદ્ધિઓમાં વધુ એક મેડલનો ઉમેરો થયો છે. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં તેમને મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

ઋષભ હવે કન્નડ સિનેમાની સીમાઓ પાર કરીને ઓલ ઈન્ડિયા લેવલનો એક્ટર બની ગયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેન્સરના સભ્ય અને દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના સીઇઓ અભિષેક મિશ્રાએ એક પત્ર દ્વારા આ સમાચારની જાહેરાત કરી હતી.

જણાવી દઈએ કે આ પહેલા પણ સાઉથના કલાકારોને દાદાસાહેબ ફાળકેથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2019 માં, યશને 'KGF ચેપ્ટર 1' માં તેના અભિનય માટે દાદાસાહેબ ફાળકે સાઉથ એવોર્ડ મળ્યો હતો. તે પછી 2020 માં કિચ્ચા સુદીપને 'દબંગ 3' માં તેના અભિનય માટે મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર કેટેગરીમાં એવોર્ડ મળ્યો. એવોર્ડ સમારોહ 20 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application