ટ્રેલર રીલીઝ: એક આંખે કાણો બોબી દેઓલ લાગે છે ડરામણો
બોબી દેઓલ અને સુર્યાની ફિલ્મ કંગુવાનું ટ્રેલર આવી ગયું છે. ટ્રેલરમાં ઘણા દ્રશ્યો ડરાવના છે.આ જોયા પછી બાહુબલી પણ ભૂલી જવાય તેવા બિહામણા છે અમુક સીન. અમુક એવા પણ દ્રશ્યો છે જે બીજી ફિલ્મોની યાદ અપાવે છે. કંગુવાનું ટ્રેલર જોશો તો બાહુબલીને પણ ભૂલી જશો, એક આંખે કાણો બોબી દેઓલ ભયાનક લાગી રહ્યો છે.જ્યારે રણબીર કપૂરની ‘એનિમલ’નું ટ્રેલર બહાર આવ્યું ત્યારે લોકોએ સંદીપ રેડ્ડી વાંગાના ખૂબ વખાણ કર્યા. એવું કહેવામાં આવ્યું હતું કે ફિલ્મના ટ્રેલરને આ રીતે આપવા જોઈએ. કંગુવા માટે પણ એવું જ કહી શકાય.
ઘણા સમય પછી આટલું હાઇ હિટિંગ ટ્રેલર જોવા મળ્યું છે.ટ્રેલર જોતા એમ લાગે કે આ માત્ર એક ફિલ્મ નથી પણ ગણી બધી ફિલ્મોનું મિક્સચર છે.હવે ટ્રેલરની વાત કરીએ તો તમિલમાં ‘કંગુવા’ નો અર્થ ‘આગ’ થાય છે અને ટ્રેલર તેના નામ જેવું જ છે. એક જંગલની વાર્તા બે લોકો વચ્ચે શરૂ થાય છે અને ફિલ્મ સંપૂર્ણપણે તેના પર આધારિત હોય તેવું લાગે છે. બોબી દેઓલ ટ્રેલરમાં સૂર્યા ભારે પડી રહ્યો છે. તેની લોહીથી ભરેલી આંખો જોઈને કોઈપણ વ્યક્તિ કંપી જાય.
‘કંગુવા’ રિલીઝ અને કાસ્ટ
જો બધું જ આયોજન પ્રમાણે ચાલે છે, તો ‘કંગુવા’ તમિલ સિનેમાની આગામી મોટી ફિલ્મ બની શકે છે અને તેમાં માત્ર રાષ્ટ્રીય જ નહીં પણ વૈશ્વિક સફળતા મેળવવા માટેના તમામ ઘટકો છે. અહેવાલ મુજબ રૂ. 350 કરોડથી વધુના બજેટમાં બનેલી આ મોટા બજેટની ફિલ્મ દશેરા પર રિલીઝ માટે તૈયાર થઈ રહી છે. સુર્યા, બોબી અને દિશા ઉપરાંત ‘કંગુવા’માં જગપથુ બાબુ, નેટી નટરાજન, કેએસ રવિકુમાર અને કોવઈ સરલા પણ છે. આ ફિલ્મ લગભગ બે ડઝન ભાષાઓમાં રિલીઝ થવાની પણ અપેક્ષા છે.
‘કંગુવા’ અને ટેક્નોલોજી
ટ્રેલરનું ટેકનિકલ પાસું ઘણું મજબૂત છે. વીએફએક્સ વર્લ્ડ ક્લાસ લાગે છે. ‘કાંગુવા’માં હેવી વિઝ્યુઅલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેવી શ્રી પ્રસાદનો બેકગ્રાઉન્ડ સ્કોર દ્રશ્યો સાથે ભળતો જણાય છે. બાકી ટ્રેલરની વાત છે, પિક્ચર આવવાનું બાકી છે. તે 10મી ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવે તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech