કંગનાએ નવાઝુદ્દીનની તરફેણ કરતા પૂર્વ પત્ની આલિયા ભડકી 

  • February 13, 2023 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ઓહ નો.... કંગનાએ સ્વભાવ વિરુદ્ધ નવાઝનો બચાવ કર્યો
  • કંગનાએ કહ્યું- નવાઝે ખરીદેલો બંગલો આલિયા હડપ કરવા માગે છે



કંગના રણૌતે તેના સ્વભાવથી વિપરિત બોલીવૂડ  નવાઝુદ્દીન સિદ્દીકીની તરફેમ કરતા એક્ટરની  પૂર્વ પત્ની આલિયા ભડકી ગઇ. કંગનાએ આલિયા પર નવાઝની મિલકત હડપ કરવાનો આરોપ લગાવીને અભિનેતાના મુશ્કેલ જીવનનું રાજ ખોલ્યું હતું. કંગનાની ટ્વીટ બાદ આલિયા ભડકી ગઈ છે અને પોતાના બચાવમાં જવાબ આપ્યો છે. તે વીડિયો પોસ્ટ કરીને નવાઝુદ્દીનને એક્સપોઝ કરવાનો પણ દાવો કરી રહી છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની હાલત પર દુ:ખ વ્યક્ત કરતા કંગના રણૌતે તેની પૂર્વ પત્ની આલિયા ને ફટકાર લગાવી. અભિનેત્રીએ કહ્યું કે અભિનેતાએ ગયા વર્ષે જે બંગલો ખરીદ્યો હતો તે બંગલો આલિયા હડપ કરવા માંગે છે. હવે આલિયાએ કંગના રનૌતના આરોપોનો બદલો લીધો છે અને વીડિયો પોસ્ટ કરીને નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમના સંબંધો વિશે ઘણા ખુલાસા કર્યા છે.

 વીડિયોમાં આલિયા કહેતી જોવા મળી રહી છે કે...

 મારા માટે તમારા શબ્દોની કોઈ કિંમત નથી. તમે એક મહાન કલાકાર છો. જો તમે મહાન વ્યક્તિ બન્યા હોત, તો તમે કોઈની સમસ્યા સમજી શક્યા હોત. આ લડાઈ પૈસાની નથી, બંગલા અને મિલકતની પણ નથી. આ લડાઈ માતાના એક બાળકને બચાવવા માટે છે જે તેની કસ્ટડી ઈચ્છે છે. તને ખબર નથી કે મારી દીકરી સાથે શું થઈ રહ્યું છે. ભગવાન ના કરે કે કોઈને ખબર પડે, કારણ કે કોઈ આ સમસ્યાનો કોઈ સામનો પણ કરવા માંગશે નહીં.

તેણે આગળ કહ્યું કે...

 મારા બે માસૂમ બાળકો છે, જેમાંથી એક સાથે 2012માં જે બન્યું હતું તે કોર્ટમાં છે. આ વ્યક્તિ એ વાતનો પણ ઇનકાર કર્યો અને પુત્રીને મેનેજર સાથે કતારમાં એક રાત દિવસ સ્યુટ રૂમમાં રહેવાની ફરજ પાડી. જ્યારે તમે દુબઈમાં પાર્ટી અને એન્જોય કરી રહ્યાં હોવ ત્યારે કોઈ 12 વર્ષની છોકરી સાથે આવું કેવી રીતે કરી શકે. મારી આ બધી બાબતો સામે લડાઈ છે.

નવાઝ વિશે આલિયા કહે છે, તે વિચારે છે કે મારી પાસે પાવર છે, જો મારી પાસે પૈસા હશે તો હું બાળકની કસ્ટડી લઈશ. આવા માણસના હાથમાં હું ક્યારેય બાળકને મોટા થવા નહીં દઉં, પછી ભલે તે ગમે તેટલો મોટો સુપરસ્ટાર હોય, મને કોઈ ફરક નથી પડતો. હું મારી દીકરીના ઉછેરની કાળજી રાખું છું. તમે ઇચ્છો તેટલું મને બદનામ કરો, ભારતના શ્રેષ્ઠ પીઆરની મદદ લો, મને કોઈ શું કહે છે કે શું કહેશે તેની પરવા નથી.

48 વર્ષીય નવાઝુદ્દીનની પૂર્વ પત્નીએ પુત્રને લઈને પણ નવાઝ પર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું કે...નવાઝ, તું એટલો નીચો પડી ગયો છે કે તારા માસૂમ બાળકને લઈને કહે છે કે બાળક મારું નથી. તારી આત્મામાં આગ છે જે બહુ જલ્દી લોકોની સામે આવશે. તમને જલ્દી જ સત્યની ખબર પડી જશે. તમને જણાવી દઈએ કે આલિયા અને નવાઝને બે બાળકો છે. પુત્રીનું નામ શોરા અને પુત્રનું નામ યાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા હજુ પણ તેના પહેલા પતિ વિનય ભાર્ગવની પત્ની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application