આખરે કંગના રણૌતે સ્વરા ભાસ્કરના લગ્ન અંગે કરી ટ્વીટ

  • February 18, 2023 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બોલીવૂડ ક્વીને તનુ વેડ્સ મનુની તેની સખીને શું કહ્યું
  • યુઝરે કંગનાને પુછ્યું- મેમ તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો


બોલીવૂડની સફળ ફ્રેન્ચાઇઝી તનુ વેડ્, મનુની બે સખીઓ કંગના રણૌત અને સ્વરા ભાસ્કરમાં વૈચારિક મતભેદો ભલે હોય છતાં સ્વરાના લગ્ન પર કંગનાએ તેને ટ્વીટ કરી દીલથી અભિનંદન પાઠવ્યા છે. કંગનાની ટ્વિટ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ રહી છે. સ્વરા અને ફહાદના લગ્નની પોસ્ટ પર કંગનાની પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે. લોકો કંગનાના વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકો તેને પૂછે છે કે તે ક્યારે લગ્ન કરશે. 

સ્વરા ભાસ્કરના લગ્નના સમાચાર આવ્યા બાદ ઘણા લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. આમાં કંગનાનું નામ પણ ઉમેરાયું છે. સ્વરાએ લગ્ન બાદ અનેક ટ્વિટ કર્યા છે. લેટેસ્ટ ટ્વીટમાં તેણે કોર્ટની કેટલીક તસવીરો શેર કરી છે. આમાં તે અને ફહાદ હસતા, પેપર પર સહી કરતા અને ડાન્સ કરતા જોવા મળે છે.

કંગનાએ બંનેના વખાણ કરતા લખ્યું છે કે...

 તમે બંને ખુશ અને સુખી દેખાઈ રહ્યા છો, એ ભગવાનની કૃપા છે.... લગ્ન તો દિલમાં થાય છે, બાકી બધી ઔપચારિકતા છે.

આ સાથે બે હાર્ટ ઇમોજી પણ બનાવ્યા છે. ઘણા લોકોએ કંગનાના ટ્વીટના વખાણ કર્યા છે. એકે લખ્યું છે કે, એટલા માટે હું તને ખૂબ પ્રેમ કરું છું કંગના. બીજાએ લખ્યું છે કે, કંગનાનો આટલો શાલીન અંદાજ અદ્ભુત છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે, મેમ તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો?

બંનેની ફિલ્મને યાદ કરતા એક યુઝરે લખ્યું છે કે તનુ વેડ્સ મનુમાં કંગના અને સ્વરા મિત્રો તરીકે કેટલી સારી દેખાઈ રહી છે, પરંતુ રાજકીય મતભેદોને કારણે બંને રિયલ લાઇફમાં એકબીજાને નફરત કરવા લાગ્યા. એક યુઝરે એમ પણ લખ્યું છે કે, આગળનો નંબર તમારો છે, ટ્વીટ કહી રહ્યું છે, આવા ફોટા જલ્દી આવવાના છે, માહોલ બનાવી રહી છે.

એક વીડિયો શેર કરતા સ્વરા ભાસ્કરે લખ્યું...

 'ક્યારેક તમે તેને આખી દુનિયામાં શોધો છો, જે તમારી બાજુમાં હોય છે. અમે પ્રેમની શોધમાં હતા પરંતુ અમને પહેલા મિત્રતા મળી અને પછી અમે એકબીજાને શોધી કાઢ્યા. મારા હૃદયમાં તમારું સ્વાગત છે ફહાદ અહેમદ.

 ફહાદ અહેમદ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર છે. તેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી છે. જુલાઈ 2022 માં ફહાદ અબુ આસિમ આઝમી અને રઈસ શેખની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ મહારાષ્ટ્રમાં યુવાજન સભા અને સપાના મુંબઈ એકમના પ્રમુખ પદે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application