કેન વિલિયમસને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો

  • February 04, 2024 10:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

SA સામે ઓવલ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે કેન વિલિયમસને 30મી સદી ફટકારી હતી. આ સદી સાથે તેણે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. મેચના અંત સુધીમાં, વિલિયમસને 112* રન બનાવ્યા હતા. આ સદી સાથે કિવી બેટ્સમેને માત્ર વિરાટ કોહલી જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન સર ડોન બ્રેડમેનનો પણ રેકોર્ડ તોડ્યો હતો.


SA સામે ફટકારેલી સદી વિલિયમસનની ટેસ્ટ કારકિર્દીની 30મી સદી હતી. જ્યારે વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી 29 સદી ફટકારી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ સર ડોન બ્રેડમેને પણ પોતાની કારકિર્દીમાં 29 ટેસ્ટ સદી ફટકારી હતી. આ સદી સાથે વિલિયમસને શિવનારાયણ ચંદ્રપોલ, મેથ્યુ હેડન અને જો રૂટની બરાબરી કરી લીધી હતી.


ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરનો પણ તોડ્યો રેકોર્ડ

વિલિયમસન ટેસ્ટની સૌથી નાની ઇનિંગ્સમાં 30 સદી ફટકારીનેનાર ચોથો બેટ્સમેન બન્યો છે અને તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે. પોન્ટિંગે તેની 170મી ટેસ્ટ ઇનિંગ્સમાં તેની 30મી સદી ફટકારી હતી. તેમજ કેન વિલિયમસને તેની 169મી ટેસ્ટ ઇનિંગ્સમાં તેની 30મી સદી ફટકારી હતી. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર આ યાદીમાં ટોચ પર છે, જેણે 159 ઇનિંગ્સમાં તેની 30મી ટેસ્ટ સદી ફટકારી છે.


SA સામે NZ મજબૂત સ્થિતિમાં

બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ દિવસના અંતે 258/2 રન બનાવી લીધા હતા. તે દરમિયાન, રચિન રવિન્દ્ર 118* અને કેન વિલિયમસન 112* રન બનાવીને રમતમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application