ભિષણ ગરમીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના લોકો માટે સારા અને ખરાબ એમ બંને સમાચાર છે. સારા સમાચાર એ છે કે આજથી ત્રણ દિવસ માટે ગરમીના પ્રમાણમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે અને ખરાબ સમાચાર એ છે કે આ ત્રણ દિવસ પછી ગરમીનો એક વધુ નવો રાઉન્ડ શરૂ થશે. ત્રણ દિવસ દરમિયાન થયેલો ઘટાડો ધોવાઈ જશે.
હવામાન વિભાગે આજે રાજકોટ કચ્છ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તારીખ 10 સુધી ભેજવાળા અને ગરમ વાતાવરણનું એલર્ટ જાહેર કરાયું છે. કંડલા એરપોર્ટ પર ગઈકાલે મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું હતું જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. રાજકોટમાં ગઈકાલે 45.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં 44.3 ભાવનગરમાં 41.2 ભુજમાં 42.9 ડીસામાં 43.6 ગાંધીનગરમાં 43 પોરબંદરમાં 43 અને સુરતમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું.
રાજકોટમાં આ સમયગાળામાં હોવું જોઈએ તેના કરતા 6.2 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું
રાજકોટ પોરબંદર અને કંડલા જાણે અગનગોળો બની ગયું હોય તેમ આ ત્રણેય શહેરોમાં મહત્તમ તાપમાને નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન દેશમાં સૌથી વધુ હતું તો રાજકોટમાં ગઈકાલે ઉનાળાની સિઝનમાં આ સમયગાળા દરમિયાન જેટલું હોવું જોઈએ તેના કરતાં 6.2 ડિગ્રી અને પોરબંદરમાં 8.8 ડિગ્રી વધુ તાપમાન હતું.
દરિયાકાંઠાના વિસ્તારોમાં એકાએક જ જોરદાર પલટો આવ્યો
દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે વાતાવરણમાં એકાએક જ જોરદાર પલટો આવ્યો છે. દ્વારકા અને ઓખામાં સવારે ભેજનું પ્રમાણ ૯૦ ટકાએ પહોંચી ગયું છે. દ્વારકામાં રાત્રે પણ 78% ભેજ નોંધાયો હતો જેના કારણે લોકો ભારે બેચેનીનો સામનો કરી રહ્યા છે. ઓખા અને દ્વારકા ઉપરાંત કંડલા અને નલિયામાં 78 પોરબંદરમાં 84 સુરતમાં 80% ભેજ આજે સવારે નોંધાયો છે.
રાજકોટમાં ગઈકાલે 45.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું
રાજકોટ પોરબંદર અને કંડલા જાણે અગનગોળો બની ગયા હોય તેમ ગઈકાલે મહત્તમ તાપમાને એટલે કે ગરમીના પ્રમાણે માઝા મૂકી હતી. કંડલામાં ગઈકાલે એરપોર્ટ પર મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું હતું જે સમગ્ર દેશમાં સૌથી ઊંચું હતું. રાજકોટમાં ગઈકાલે 45.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું તે ઉનાળાની સિઝનના આ સમયગાળામાં હોવું જોઈએ તેના કરતાં 6.2 ડિગ્રી વધુ હતું. રાજકોટ કરતાં પોરબંદરમાં મહત્તમ તાપમાનનો પારો નીચો હોવા છતાં ગરમીનું પ્રમાણ ત્યાં સરેરાશ કરતા વધુ હતું. પોરબંદરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું જે આ સમયગાળામાં હોવું જોઈએ તેના કરતાં 8.8 ડિગ્રી વધુ હતું.
દ્વારકા ઓખામાં સવારે ૯૦ ટકા ભેજ: બેચેની -અકળામણ વધી ગયા
ઓખા અને દ્વારકામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક જોરદાર રીતે વધી ગયું છે. દ્વારકામાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહ્યું હતું અને ઓખા મા પણ 90% ભેજ આજે સવારે નોંધાયો છે. સામાન્ય રીતે બપોર પછી અને સાંજે ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, પરંતુ દરિયાકાંઠે આવેલા આ બંને શહેરોમાં ગઈકાલે રાત્રે પણ 78% ભેજ નોંધાયો હતો.
દ્વારકામાં ગઈકાલે મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી અને ઓખામાં 30 ડિગ્રી નોંધાયું હતો પરંતુ ભેજ નું પ્રમાણ વધુ હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, દ્વારકા અને ઓખા ઉપરાંત દરિયાકાંઠાના અન્ય શહેરોની વાત કરીએ તો કંડલામાં 78 નલિયામાં 78 પોરબંદરમાં 84 સુરતમાં 80 અને વેરાવળમાં 53 ટકા ભેજ આજે સવારે નોંધાયો છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ના બુલેટિનમાં જણાવ્યા મુજબ આગામી તારીખ 10 સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં આવું જ વાતાવરણ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech