નેટફ્લિક્સની વેબ સીરિઝ 'IC 814 ધ કંધાર હાઇજેકિંગ' પર જમ્મુ અને કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદે કહ્યું કે, જો નિર્માતા તેમાં સુધારો નહીં કરે તો તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આ ખોટો સંદેશો મોકલે છે. તેમને એમ પણ જણાવ્યું કે, આતંકવાદીઓ હિંદુ નામ કેમ રાખે છે. આ પાછળ તેમનો ઈરાદો શું છે?
પૂર્વ ડીજીપી એસપી વૈદે કહ્યું કે, મેં વેબ સિરીઝ જોઈ નથી. પરંતુ લોકોએ તેના વિશે જણાવ્યું છે. તેના આધારે હું કહી શકું છું કે કંધાર હાઇજેકના માસ્ટરમાઇન્ડ ISI અને પાકિસ્તાનનો વેબ સિરીઝમાં યોગ્ય રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સિરીઝ નિર્માતાએ સ્પષ્ટપણે બતાવવું જોઈતું હતું કે, હિંદુ નામવાળા આતંકવાદીઓ આઈએસઆઈ પ્રાયોજિત પાકિસ્તાની આતંકવાદીઓ હતા.
આતંકવાદીઓ હિંદુ નામ કેમ રાખે છે?
વૈદે કહ્યું કે, વેબ સિરીઝમાં આતંકવાદીઓને કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ જ કારણ છે કે લોકો સોશિયલ મીડિયા પર આનો વિરોધ નોંધાવી રહ્યા છે. સિરીઝમાં 'ભોલા' અને 'શંકર' જેવા નામ છે. કદાચ આ તેનું કોડ નેમ છે. અગાઉ પણ એવું જોવા મળ્યું છે કે આતંકવાદીઓ મોટાભાગે તેમના કોડ નામ હિંદુ નામો પરથી રાખે છે. આતંકવાદી સંગઠનો પણ પોતાના નામ સ્થાનિક રાખે છે. તેની પાછળનો આશય દુનિયાને ગેરમાર્ગે દોરવાનો છે કે આ બધું કરનારા લોકો હિંદુ છે.
હાઇજેકિંગ પાછળનું સત્ય બતાવવાનું હતું
પૂર્વ ડીજીપી વૈદે કહ્યું કે, મુંબઈ આતંકી હુમલામાં આઈએસઆઈએ આવું જ કાવતરું ઘડ્યું હતું. જો કસાબ જીવતો ન પકડાયો હોત તો ISIનું કાવતરું હતું કે મુંબઈમાં હુમલા કરનારા તમામ હિંદુઓ હતા. વેબ સિરીઝ નિર્માતાઓની ફરજ હતી કે તે બતાવે કે હાઇજેક પાછળ કોણ હતું. તેમણે કહ્યું કે, એ પણ બતાવવું જોઈતું હતું કે આ તમામ પાકિસ્તાની અને આઈએસઆઈ પ્રાયોજિત આતંકવાદીઓ હતા. તેઓએ જાણી જોઈને હિન્દુ નામો રાખ્યા છે.
સુધારો નહીં તો પ્રતિબંધ મૂકવો જોઈએ
વૈદે કહ્યું કે, દેશના લોકો ચોક્કસપણે આ વેબ સિરીઝ સામે પોતાનો વિરોધ નોંધાવશે. લોકોને લાગે છે કે આનાથી ખોટો મેસેજ જઈ રહ્યો છે. જો કોઈ 20 વર્ષ પછી આ વેબ સિરીઝ જોશે તો તેને લાગશે કે આ હાઈજેકીંગ હિન્દુઓએ કર્યું હતું. પાકિસ્તાન અને આઈએસઆઈ આમાં પાછળ નહોતા. તેમણે કહ્યું કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ મામલે ઘણું સારું કર્યું છે. જો ફિલ્મમાં સુધારો ન થાય તો તેના પર પ્રતિબંધ મુકવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech