પોરબંદરના કમલાબાગ પોલીસમથકની અંદર એપ્રિલ મહિનાના અંતમાં નોંધાયેલા એક ગુન્હાના આરોપીનો જે તે સમયે કોઇ અજાણ્યા ઇસમે લોકઅપની અંદર કલીક કરેલો ફોટોને આ આરોપીએ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર પંજાબી સોંગ સાથે હાઇલાઇટ સ્ટોરી વાયરલ કરતા તે ઇસમ સામે અને તેની તસ્વીર કલીક કરનાર અજાણ્યા શખ્શ સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
એપ્રિલ મહિનાના અંતે નોંધાયો હતો ગુન્હોપોરબંદરના ઝૂરીબાગ શેરી નં૩ માં રહેતા યશ ધનજી વાંદરીયા નામના યુવાને ૨૮મી એપ્રિલે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે નવા ફૂવારા સર્કલ પાસે તે પોતાના મિત્ર નિહાલ વિનોદ મોદી સાથે નીકળ્યો ત્યારે જીત શીયાળ અને તેનો મિત્ર દીપ બંને ત્યાં ઉભા હતા અને ‘યુવતીની પાછળ કેમ પડયો?’ કહી તેને સમજાવવા જતા યશને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઘવાયેલા યશને સરકારી હોસ્પિટલે દાખલ કર્યા બાદ તેણે જીત શિયાળ અને તેના મિત્ર દીપ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આઇ.ટી. એકટ હેઠળ ફરિયાદપોરબંદરના કમલાબાગ પોલીસ મથક ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. રાજેન્દ્ર મેઘજીભાઇ કાથડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમને સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં જીત-૪૬ નામની આઇ.ડી. જેનું નામ ‘બીગડા બચ્ચા’ ઉપર આઇ.ડી. ધારકે તેની આઇ.ડી. પ્રોફાઇલના હાઇલાઇટસમાં કમલાબાગ પોલીસ સ્ટેશનની અંદર લોકઅપમાં રહેલ એક ઇસમનો ફોટો પાડી પંજાબી સોંગ સાથે પોસ્ટ કરેલો હતો. આથી ફરિયાદી રાજેન્દ્રભાઇએ એ આઇ.ડી.ની હાઇલાઇટસ ચેક કરતા તા. ૨૮-૭-૨૪ના રોજ વાયરલ થયેલ સ્ટોરીને ડાઉનલોડ કરી હતી જેમાં એક ઇસમ દુધિયા કલરનું ટીશર્ટ પહેરીને પોતાનો હાથ દાઢી ઉપર રાખી કમલાબાગ પોલીસમથકના લોકઅપમાં બેસેલો જોવા મળ્યો હતો આથી આરોપીના ફોટા સાથેનું રેકર્ડ ચેક કરાવતા એવું બહાર આવ્યુ હતુ કે ૨૮-૪ના યુવતીની પાછળ પડવા અંગે ડખ્ખો થતા ગુન્હો નોંધાયો હતો તે જીત હરીશ શિયાળ કે જે પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં આવેલી કુમકુમ કોલોનીમાં રહે છે .
તે ઇસમની તા. ૩-૫-૨૦૨૪ના તત્કાલીન પી.એસ.આઇ. વી.ડી. વાઘેલાએ ધરપકડ કરી હતી અને જીત હરીશ શિયાળ મારામારીના ગુન્હામાં લોકઅપમાં હતો ત્યારે તેના કોઇ ઓળખીતા મિત્રએ કોઇપણ કામ વગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે અપપ્રવેશ કરી પોલીસ સ્ટેશનના પ્રતિબંધિત લોકઅપનો તેના મોબાઇલ ફોનમાં આરોપી સાથેનો ફોટો પાડયો હતો તથા ત્યારબાદ તે ફોટો જીત શિયાળને મોબાઇલમાં મોકલતા જીતે તા. ૨૮-૭ના પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર હાઇલાઇટસ સ્ટોરીમાં એ ફોટો વાયરલ કર્યો હતો તેથી પોલીસે જીત હરીશ શિયાળ અને પોલીસસ્ટેશનની અંદર પ્રતિબંધિત લોકઅપનો ફોટો પાડનાર અજાણ્યા ઇસમ સામે આઇ.ટી. એકટ અધિનિયમ સેકશન ૭૨ની કલમો સહિત વિવિધ કલમ હેઠળ બંને સામે ગુન્હો નોંધાતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરના કમલાબાગ પોલીસમથકનું લોકઅપ પી.એસ.ઓ.ના ટેબલની તદન નજીકમાં જ છે અને આમ છતાં તેના લોકઅપમાં આરોપીનો ફોટો કલીક કરીને સોશ્યલ મીડિયાના હીરો થવા માટે થઇને તસ્વીર વાયરલ કરવામાં આવી છે ત્યારે આ ગુન્હો નોંધાતા પોલીસની પણ ઘોર બેદરકારી સ્વભાવિક રીતે જ સામે આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech