મેડમ બરાબર ભણાવતા નથી, કાળઝાળ શિક્ષકે ૮૦ વિધાર્થીને ઢીબી નાખ્યા

  • October 14, 2023 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


થાણેના એસ.એચ. જાેંધલે વિધા મંદિર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણિતના શિક્ષકે વિધાર્થીઓને બેરહેમીથી માર માર્યેા હતો. આ પછી વાલીઓ અને રાજકીય પક્ષોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી હતી. શાળા પ્રશાસને શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે અને કેસ નોંધવાની ખાતરી આપી છે.ડોમ્બિવલી સ્થિત જાેંધલે વિધા મંદિર ઈંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ભણાવતા ગણિતના શિક્ષક વિશે વિધાર્થીઓએ ફરિયાદ કરી કે શિક્ષક બરાબર ભણાવતા નથી તો ગુસ્સે ભરાયેલા શિક્ષકે તેમને બેરહેમીથી માર માર્યેા હતો યારે આ મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે વાલીઓ અને કેટલાક રાજકીય પક્ષોએ શાળામાં હોબાળો મચાવ્યો હતો અને શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે શાળાના ૮૦ વિધાર્થીઓ પર હત્પમલાનો કેસ નોંધ્યો છે.શાળા પ્રશાસને શિક્ષક વિદ્ધ કેસ નોંધ્યો અને કડક કાર્યવાહીની ખાતરી આપ્યા બાદ હંગામો બધં થયો. શિક્ષકે ગણિતમાં નબળા પાંચમા અને છઠ્ઠા ધોરણના વિધાર્થીઓને બેરહેમીથી માર્યા, ઘણા બાળકોના ગળા અને હાથ પર ઉઝરડા આવ્યા. કેટલાક બાળકોને લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો હતો.ઇજાગ્રસ્ત બાળકો પોતપોતાના ઘરે પહોંચ્યા ત્યારે માતા–પિતાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો. શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગણી સાથે વાલીઓએ શાળા પરિસરમાં હોબાળો મચાવ્યો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ શિવસેના અને મનસેના અધિકારીઓ પણ આચાર્યની ઓફિસમાં ગયા અને ત્રણ કલાક સુધી વિરોધ પ્રદર્શન કયુ.વાલીઓના ગુસ્સાને જોઈને પ્રિન્સિપાલે સંબંધિત શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે. માતા–પિતાએ શિક્ષક વિદ્ધ વિષ્ણુ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શિક્ષક વિદ્ધ આઈપીસીની કલમ ૩૨૪ અને ચિલ્ડ્રન એકટની કલમ ૨૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

શિવસેના જૂથના અધિકારીઓ પણ પહોંચ્યા
બાળકો પર હત્પમલાની આ ઘટના બાદ માતા–પિતાએ ઉદ્ધવ ઠાકરે, શિવસેના જૂથ અને એમએનએસ વિધાર્થી સેનાને જાણ કરી હતી. એમએનએસના અધિકારીઓ શાળાએ પહોંચ્યા અને મુખ્ય શિક્ષકને મળ્યા અને દોષિત શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરી. વાલીઓના હોબાળા બાદ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ અંગે શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે વાલીઓની ફરિયાદ બાદ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application