જામનગરમાં શહેર કક્ષાએ અને તાલુકા કક્ષાએ કલા મહાકુંભ કાર્યક્રમ યોજાશે

  • December 05, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના તાબા હેઠળની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર, જામનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જામનગર શહેર દ્વારા ચાલુ વર્ષ-૨૦૨૩માં કલા મહાકુંભ કાર્યક્રમમાં જામનગર શહેરની ઝોનકક્ષાએથી વિવિધ સ્પર્ધાઓ યોજાશે.
જેમાં કુલ ૧૪ કૃતિઓમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, સુગમ સંગીત, લગ્નગીત, લોકગીત/ભજન, તબલા, હાર્મોનિયમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ જેવી ૧૪ કૃતિઓની સ્પર્ધા આગામી તા.૧૦/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૮:૩૦ કલાકે શ્રી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ, ખોડીયાર કોલોની, જામનગર અને શ્રી શિશુ વિહાર હિન્દી હાઈસ્કુલ ખાતે યોજાશે. આ ઉપરાંત, જામનગર જિલ્લામાં તાલુકા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં (૧) કાલાવડ તાલુકામાં તા.૦૮ અને ૦૯/૧૨/૨૦૨૩ ના રોજ જે.પી.એસ.સ્કૂલ, કાલાવડ (ક્ધવીનર રમેશ ડોંગા- મો.નં. ૯૯૭૪૪૦૧૪૭૨) (૨) જોડીયા તાલુકામાં તા.૦૯/૧૨/૨૦૨૩ ના રોજ શ્રી સાંઈ માધ્યમિક શાળા, જોડિયા (ક્ધવીનર જગદીશભાઈ વિરમગામા મો.નં. ૯૯૭૯૩૯૯૦૬૨) (૩) લાલપુર તાલુકામાં તા.૦૯/૧૨/૨૦૨૩ ના રોજ શ્રી સણોસરી માધ્યમિક શાળા, લાલપુર (ક્ધવીનર ધીરજભાઈ પરમાર- મો.નં. ૯૪૨૬૧૩૮૦૧૦) (૪) ધ્રોલ તાલુકામાં તા.૧૦/૧૨/૨૦૨૩ ના રોજ આર્યવ્રત સ્કૂલ, ધ્રોલ (ક્ધવીનર અંકિતભાઈ  જીવાણી- મો.નં. ૯૦૯૯૭૫૫૦૫૩) (૫) જામજોધપુર તાલુકામાં તા.૧૧/૧૨/૨૦૨૩ ના રોજ વિજાપુરા વિદ્યા સંકુલ, સીદસર (ક્ધવીનર કેવિનભાઈ ફળદુ મો.નં. ૯૪૨૯૧૪૧૮૮૪) અને (૬) જામનગર તાલુકામાં તા.૧૧/૧૨/૨૦૨૩ ના રોજ ધ પટેલ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ, ધ્રાંગડા, જામનગર (ક્ધવીનર કેતનભાઈ વાળા મો.નં. ૯૭૨૫૯૨૨૭૪૭) ખાતે યોજાશે.
જેથી, ઝોનકક્ષાની સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવેલા સ્પર્ધકોએ ઉક્ત તારીખ અને સ્થળે સવારે ૮:૩૦ કલાકે શ્રી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ, ખોડીયાર કોલોની, જામનગર ખાતે રીપોર્ટીંગ કરવાનું રહેશે. તેમજ તાલુકા કક્ષાની સ્પર્ધા માટે જે-તે તાલુકા સ્પર્ધાના અત્રે જણાવેલા સ્થળે અને તારીખે સવારે ૮:૩૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે. આ અંગે વધુ વિગતો મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નં.- ૦૨૮૮- ૨૫૭૧૨૦૯ પર સંપર્ક સાધી શકાશે. તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ.પઠાણ, જામનગરની યાદીમાંં જણાવવામાંં આવ્યુંં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application