ફિલ્મ ‘મહારાગ્નિઃ ક્વીન ઓફ ક્વીન્સ’ માં એકલા હાથે કાજોલ ગુંડાને મ્હાત કરશે, ટીઝર રીલીઝ
બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ જલદી પ્રભુ દેવાની નવી ફિલ્મ ‘મહારાગ્નિઃ ક્વીન ઓફ ક્વીન્સ’ માં નજરે પડશે. આ ફિલ્મમાં એક્ટ્રેસનો જોરદાર એક્શન અવતાર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં 27 વર્ષ પછી પ્રભુદેવા અને કાજોલ સાથે જોવા મળશે.
કાજોલનું નામ બોલિવૂડની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક છે. કાજોલે અત્યાર સુધીમાં અનેક સુપર હિટ ફિલ્મો આપી છે અને પોતાની દમદાર એક્ટિંગથી લાખો લોકોના દિલમાં રાજ કરે છે. મોટાભાગની ફિલ્મોમાં કાજોલ રોમેન્ટિક અંદાજમાં જોવા મળતી હોય છે. આમ, વાત DDLJ ની હોય કે પછી કભી ખુશી કભી ગમની અંજલીની. પરંતુ હવે કાજોલની અપકમિંગ ફિલ્મમાં એનો એક્શન અવતાર જોવા મળી રહ્યો છે. કાજોલને આવો એક્શન અવતાર તમે આ પહેલાં ક્યારેય નહીં જોયો હોય. આ અવતારમાં કાજોલને જોઇને તમે પણ ચોંકી જશો.
કાજોલ-પ્રભુદેવા વર્ષો પછી સાથે જોવા મળશે
કાજોલ જલદી કોરિયોગ્રાફર, ડાયરેક્ટર અને એક્ટર પ્રભુ દેવાની નવી ફિલ્મ ‘મહારાગ્નિઃ ક્વીન ઓફ ક્વીન્સ’માં નજરે પડશે. 27 વર્ષ પછી ફરી પ્રભુ દેવા સાથે કાજોલની જોડી બની રહી છે. આ પહેલાં બન્નેએ રાજીવ મેનનની તમિલ ફિલ્મ મિનસારા કનાવુમાં સાથે કામ કર્યુ હતુ જે વર્ષ 1997માં રિલીઝ થઇ હતી.આ ફિલ્મ એ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ હતી જે ચેન્નઇના મલ્ટીપ્લેક્સમાં 216 દિવસ સુધી ચાલી હતી. હવે 27 વર્ષ પછી સુપરહિટ જોડી ફિલ્મ ‘મહારાગ્નિઃ ક્વીન ઓફ ક્વીન્સ’માં જોવા મળશે. જેનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. આ ટીઝરમાં કાજોલની દમદાર એક્શન જોવા મળી રહી છે. આ એક્શન અવતારમાં કાજોલને જોઇને ફેન્સ ચોંકી ગયા છે.
કાજોલનો નવો અવતાર જોઇને ફેન્સના ઉડ્યા હોશ
‘મહારાગ્નિઃ ક્વીન ઓફ ક્વીન્સ’ના શાનદાર ટીઝરની શરૂઆત પ્રભુદેવાથી થાય છે, જ્યાં એમના ગ્રે શેડથી એક શખ્સ પોતાનો ખૌફ બતાવે છે. ત્યારબાદ ટીઝરમાં એક્ટ્રેસ સંયુક્તા મેનનની ઝલક બતાવે છે, જે કાર સ્ટંટ સીનથી લોકોના હોંશ ઉડાવી દે છે. ત્યારબાદ નસરુદ્દીન શાહની ઝલક જોવા મળે છે, જે હોસ્પિટલના બેડ પર અતીતને યાદ કરતા દેખાય છે. ટીઝરના અંતમાં કાજોલ એકદમ પાવરફુલ અંદાજમાં એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. આ અંદાજમાં ગુંડાઓને ડરાવતી જોવા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનું ઘટીને રૂા.૯૯,૧૦૦: અખાત્રીજના મુહર્ત માટે ગ્રાહકોની ભાવ ઘટાડા પર મીટ
April 24, 2025 03:31 PMવાવડી ટીપી સ્કિમ નં.૨૬ અને ૨૭માં ૧૯૬ ફૂટ પહોળા રોડ, મહાપાલિકાને ૧૬૫ પ્લોટ મળશે
April 24, 2025 03:20 PMસુરતમાં શૈલેષભાઈ કળથીયાની અંતિમ યાત્રા નીકળી, પરિવારનું હૈયાફાટ રુદન
April 24, 2025 03:19 PMસર્વેશ્વર વોંકળાનું કામ ઝડપી બનાવવા એક એજન્સીને બબ્બે કામનો કોન્ટ્રાકટ
April 24, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech