કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા ડોકટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોને આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, જુનિયર ડોકટરોએ સ્પષ્ટ્ર કયુ છે કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકારશે નહીં અને સૂચનાઓ છતાં કામ કરશે નહીં.
વિરોધ કરી રહેલા ડોકટરોએ રાયના આરોગ્ય સચિવ અને આરોગ્ય શિક્ષણ નિયામકના રાજીનામાની માંગ કરી છે અને કહ્યું છે કે તેઓ આજે બપોરે સોલ્ટ લેકમાં આરોગ્ય વિભાગના મુખ્યમથક સ્વાસ્થ્ય ભવન સુધી રેલી કાઢશે.
વિરોધમાં સામેલ તબીબોએ બેઠક બાદ જણાવ્યું હતું કે અમારી માંગણીઓ સંતોષવામાં આવી નથી અને મૃતકને ન્યાય મળ્યો નથી. અમે અમાં આંદોલન ચાલુ રાખીશું અને કામ પર પાછા ફરીશું નહીં. અમે ઈચ્છીએ છીએ કે આરોગ્ય સચિવ અને આરોગ્ય શિક્ષણ નિયામક રાજીનામું આપે. ઉલ્લેખનીય છે કે જુનિયર ડોકટર છેલ્લા એક મહિનાથી કામ પર પરત ફર્યા નથી.
ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં મહિલા ડોકટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ડોકટરોને તાત્કાલિક કામ પર પાછા ફરવાનો નિર્દેશ આપતા કહ્યું હતું કે ફરજના ખર્ચે વિરોધ કરી શકાય નહીં. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે વિરોધ કરી રહેલા ડોકટરોને આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવાનો નિર્દેશ આપ્યો હતો અને ખાતરી આપી હતી કે જો તેઓ કામ પર પાછા ફરશે તો તેમની સામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાઈડમાં બેસવા બાબતે વિપ્ર યુવાન સહિતનાઓ ઉપર પાંચ શખ્સો દ્વારા હુમલો
May 14, 2025 12:17 PMપ્રેમમાં થોડા પાગલ થવું ઠીક છે, મગજ બહુ ન ચલાવવું : આરજે મહવશ
May 14, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech