કોલકાતામાં જુનિયર ડોકટરો ફરી રસ્તા પર ઉતરી આવ્યા

  • September 30, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોલકાતામાં જુનીઅર ડોકટર રેપ વિથ મર્ડર કેસમાં તબીબોની જૂની ૫ માંગણીઓ અંગે કોઈ ઉકેલ ન આવતા તબીબો ફરી રસ્તા પર ઉતરી આવ્યા છે અને પુનરોચ્ચાર કર્યેા છે કે હજુ પણ જો સરકાર અમારી બાબત ધ્યાન પર નહી લેવામાં આવે તો ૨જીએ વિશાલ રેલી યોજવામાં આવશે. અમે દર્દીઓ ને હેરાન કરવા નથી માંગતા એટલે ફરજ પર આવી ગયા છીએ તેનો મતલબ એવો નથી કે અમે સમાધાન કરી લીધું.રવિવારે ફરી ડોકટરોએ કેન્ડલ માર્ચ કાઢી હતી.હડતાલ સમા કર્યાના લગભગ ૧૦ દિવસ પછી, રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળ જુનિયર ડોકટરોએ રાયભરમાં મશાલ સરઘસ કાઢું હતું.આ રેલીમાં રાયની લગભગ તમામ મેડિકલ કોલેજોના જુનિયર તબીબોએ ભાગ લીધો હતો.
ડોકટરોના વિરોધ દરમિયાન આરજી કર કોલેજ અને હોસ્પિટલના ડો. શ્રેયા શોએ કહ્યું કે અમારી માંગણીઓ શઆતથી જ છે. અમારી પાંચ માંગણીઓ છે જે હજુ સુધી પૂરી કરવામાં આવી નથી. અમારા દર્દીઓને અમારી જર છે તે વિચારીને અમારી ફરજ શ કરી હતી, પરંતુ આ દરમિયાન સાગર દત્તા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આવી જ એક ઘટના બની હતી, સીએમ અને સરકાર સાથેની અમારી તમામ બેઠકો નિરર્થક ગઈ હતી.
ડો.શોએ વધુમાં જણાવ્યું હતું કે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જો સુરક્ષા ન હોય તો કોઈ ફરજ નથી. અમે સુપ્રીમ કોર્ટની દરેક સુનાવણી પર નજર રાખી રહ્યા છીએ અને અમારે દબાણ જાળવી રાખવું પડશે. અમને વિશ્વાસ છે કે સીજેઆઈ એવો ચુકાદો આપશે જે અમને ન્યાય અપાવશે. અમને જલદી ન્યાયની જર છે કારણ કે ન્યાયમાં વિલબં એ ન્યાય ન મળવા સમાન છે. આર.જી. કર કોલેજ અને હોસ્પિટલના અન્ય જુનિયર ડોકટર અનિકેત મહતો કહે છે, અમાં આંદોલન અત્યાર સુધી માત્ર એક જ એજન્ડા પર કેન્દ્રિત છે, અને તે છે અભયાને ન્યાય આપવા માટે અમે ૧૦ દિવસ પહેલા હોસ્પિટલોમાં અમારી સુરક્ષાને લઈને મુખ્ય સચિવને મળ્યા હતા પરંતુ ચીફ સેક્રેટરી દ્રારા આપવામાં આવેલી સૂચના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ૨જી ઓકટોબરે વિશાળ રેલી યોજવા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું પણ અંતમાં જણાવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application