દેશમાં જૂન મહિનામાં સામાન્યરીતે સરેરાશ ૧૬૫.૩ મીમી વરસાદ પડે છે પણ આ વર્ષે ફકત ૯૯.૫ મીમી વરસાદ પડો છે. આનો અર્થ એ થયો કે આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ૩૯.૮ ટકા ઓછો હતો. ૧૯૦૧ પછીનો આ પાંચમો સૌથી સૂકો મહિનો છે, અથવા છેલ્લા ૧૨૫ વર્ષેામાં, અને એક દાયકા કરતાં વધુ સમયમાં સૌથી સૂકો જૂન છે. આનું મુખ્ય કારણ ચોમાસાનું મોડું આગમન અને લગભગ બે અઠવાડિયા સુધી તેનો વિરામ હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસું કેરળમાં સામાન્ય કરતાં ત્રણ દિવસ મોડું પહોંચ્યું. આ પછી, તેની ગતિ ધીમી પડી ગઈ, અને પશ્ચિમ ભારતના કૃષિ વિસ્તારોમાં તેની પ્રગતિ લગભગ બે અઠવાડિયા સુધી અટકી ગઈ. આ વિરામને કારણે જૂનમાં દેશના મોટા ભાગોમાં વરસાદનો અભાવ જોવા મળ્યો. પ્રશાંત મહાસાગરમાં સક્રિય અલ નીનો ઘટના આનું મુખ્ય કારણ માનવામાં આવે છે. હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર સુધી સમગ્ર ચોમાસાની ઋતુમાં સામાન્ય કરતાં ઓછો, લાંબા ગાળાના સરેરાશના આશરે ૯૦ ટકા વરસાદની આગાહી કરી છે.
જો આપણે ઐતિહાસિક માપદડં સામે આ જૂનને ધ્યાનમાં લઈએ, તો ચિત્ર સ્પષ્ટ્ર થાય છે: ૧૯૦૧ પછી ફકત ચાર વખત જૂનમાં આનાથી ઓછો વરસાદ પડો છે. હવામાન વિભાગના ઐતિહાસિક ડેટા દર્શાવે છે કે ૨૦૦૯ અને ૨૦૧૪માં જૂન પણ નબળો છે. તેથી, જૂન ૨૦૨૬ને સૌથી ખરાબ ન કહી શકાય, પરંતુ તે તાજેતરના સમયમાં ચોક્કસપણે સૌથી નબળો જૂન છે. હવામાન વિભાગે ૧૯૫૧ થી ૨૦૨૫ સુધીના રેકોર્ડ જોતા જાણવા મળ્યું કે જૂનમાં ૨૬ વખત સામાન્ય કરતાં ઓછો વરસાદ પડો હતો. આમાંથી ફકત આઠ વર્ષેામાં, અથવા ૩૧ ટકા, સમગ્ર ચોમાસાની ઋતુ પણ નબળી રહી. ૧૫ વર્ષમાં, અથવા ૫૮ ટકા, જુલાઈથી સપ્ટેમ્બર સુધીના વરસાદે આ ખાધને પૂર્ણ કરી, જેના પરિણામે સામાન્ય ઋતુ બની. ત્રણ વર્ષમાં, અથવા ૧૨ ટકા સમયમાં, સમગ્ર સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડો, એટલે કે લગભગ ૬૯ ટકા કિસ્સાઓમાં જૂન નબળો હોવા છતાં ચોમાસું ફરી વળ્યું. આ સ્પષ્ટ્રપણે દર્શાવે છે કે ફકત જૂનની ઉણપ સમગ્ર સિઝનનું પરિણામ નક્કી કરતી નથી.
ઇતિહાસ આના બે નોંધપાત્ર ઉદાહરણો આપે છે. ૨૦૧૯ માં, જૂન વરસાદ સામાન્ય કરતાં લગભગ ૩૧ ટકા ઓછો હતો, પરંતુ સમગ્ર સિઝનનો અતં સામાન્ય કરતાં લગભગ ૧૨ ટકા વધુ વરસાદ સાથે થયો. બીજી બાજુ, જૂન ૨૦૦૯ માં સૌથી નબળો હતો, જેમાં સામાન્ય કરતાં લગભગ ૪૭ ટકા ઓછો વરસાદ પડો, જેના પરિણામે સૂકી ઋતુ બની. ૨૦૧૪ માં, જૂનમાં પણ લગભગ ૪૪ ટકા ઓછો વરસાદ પડો, અને મોસમ નબળી રહી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે: શું ૨૦૨૬ ૨૦૧૯ કે ૨૦૦૯ જેવો રહેશે?
એક વાત નોંધનીય છે કે જે વર્ષેામાં જૂન નબળો અને આખો ઋતુ શુષ્ક રહી હતી તેમાંથી ઘણા વર્ષેા અલ નીનો હતા, જેમ કે ૨૦૦૯ અને ૨૦૧૪. આ વખતે, અલ નીનો પણ સક્રિય છે, તેથી નિષ્ણાતો થોડા સાવધ છે.
ખેતી અને પાણી પર અસર
આ જૂનમાં ખેતી પર સૌથી વધુ અસર પડી રહી છે. ડાંગર, મકાઈ, કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાકોની વાવણી પહેલા સારા વરસાદ પછી શ થાય છે, અને આ વર્ષે વરસાદના અભાવે વાવણીમાં વિલબં થયો છે. દેશની લગભગ અડધી ખેતી વિશ્વસનીય સિંચાઈ પ્રણાલીઓ પર આધારિત નથી, તેથી સમયસર વરસાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહારાષ્ટ્ર્રમાં, જૂનના પહેલા ૧૫ દિવસમાં વરસાદ સામાન્ય કરતાં લગભગ ૭૫ ટકા ઓછો હતો, અને મુંબઈને પાણી પૂં પાડતા જળાશયો જૂનના મધ્ય સુધીમાં માત્ર ૧૦ ટકા ભરાઈ ગયા હતા.